RAJKOT, તા.16
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વયવંદના યોજના હેઠળ ભારતના 70 વર્ષથી ઉપરની વય ધરાવતા તમામ નાગરિકોને આવકની મર્યાદા ધ્યાને લીધા વિના આરોગ્યની સવલતો માટેનું આયુષ્યમાન કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ કાર્ડ ધારકને આરોગ્યની સારવાર માટેના ખર્ચમાં રૂ. 10 લાખ સુધીની સહાય દર વર્ષે સરકાર દ્વારા આપવામાં આવશે.
આ યોજના હેઠળના આયુષ્યમાન કાર્ડ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના જનસંપર્ક કાર્યાલય, ભક્તિનગર સોસાયટી માર્ગ-2, સર્કલ પાસે, રાજકોટ-2થી દરરોજ વારે 9:30થી બપોરના 1 કલાક સુધી કાઢી આપવામાં આવશે. જેના માટે આધારકાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડમાં લિન્ક મોબાઈલ સાથે અરજદારે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.