સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.3,257 અને ચાંદીમાં રૂ.3,443નું ગાબડુઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.362 લપસ્યો
કોટન-ખાંડી વાયદામાં રૂ.680નો કડાકોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કપાસિયા વોશ તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,55,964 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1581527.89 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 8થી 14 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 167,03,477 સોદાઓમાં કુલ રૂ.17,37,515.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,55,964.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1581527.89 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,30,819 સોદાઓમાં રૂ.1,01,102.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.77,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,628 અને નીચામાં રૂ.73,300ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,257 ઘટી રૂ.74,154ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,231 ઘટી રૂ.60,525 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.217 ઘટી રૂ.7,545ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.3,235 ઘટી રૂ.74,151ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,224ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,476 અને નીચામાં રૂ.86,844ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,443 ઘટી રૂ.88,870ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,490 ઘટી રૂ.88,614 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,486 ઘટી રૂ.88,618 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,52,521 સોદાઓમાં રૂ.19,761.37 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.846.15ના ભાવે ખૂલી, રૂ.52.60 ઘટી રૂ.797.30 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.80 ઘટી રૂ.235.10 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.55 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.30 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.11.35 ઘટી રૂ.235.60 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.179.05 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.9.05 ઘટી રૂ.275.70 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,52,709 સોદાઓમાં રૂ.35,072.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,070ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,081 અને નીચામાં રૂ.5,659ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.362 ઘટી રૂ.5,767 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.352 ઘટી રૂ.5,772 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.227ના ભાવે ખૂલી, રૂ.12.70 વધી રૂ.239.30 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 12.8 વધી 239.5 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.27.78 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,100 અને નીચામાં રૂ.55,010ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.680 ઘટી રૂ.55,370ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.90 વધી રૂ.931.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.50,465.28 કરોડનાં 66,884.128 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.50,637.40 કરોડનાં 5,623.104 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,124.34 કરોડનાં 1,90,99,990 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.23,947.93 કરોડનાં 97,81,79,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,514.05 કરોડનાં 1,05,226 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.296.47 કરોડનાં 16,450 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,530.70 કરોડનાં 1,41,418 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.5,420.15 કરોડનાં 1,95,669 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8 કરોડનાં 5,712 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં રૂ.19.40 કરોડનાં 210.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,273.984 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,423.441 ટન, તાંબાના વાયદાઓમાં 33,820 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 24,011 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 5,350 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,503 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 20,31,220 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,02,51,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,048 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 270 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.23.47 કરોડનાં 250 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 108 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 19,176 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,237 અને નીચામાં 18,200 બોલાઈ, 1037 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 753 પોઈન્ટ ઘટી 18,444 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1581527.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.176289.96 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.67666.42 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1208824.22 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.113729.27 કરોડનાં કામકાજ થયાં હતાં.