Surat,તા.૧૬
ગુજરાતમાં નકલી જજ બાદ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતો નકલી પીએસઆઇ ઝડપાયો છે. સુરતના અડાજણ વિસ્તારના ૪૫ વર્ષીય કોન્ટ્રાકટરને ફસાવી ૫ લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારના પારલે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીકની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હની ટ્રેપ માટે કુખ્યાત અમિત ઠક્કર અને તેના સગરિતોનું કારસ્તાન હોવાનું ખુલ્યુ છે.
અમન ઉલ્લા શેખે તેના કોન્ટ્રાક્ટર મિત્રને અર્જન્ટ કામનું કહી ઘરે બોલાવ્યો હતો. કોન્ટ્રાકટરને રુમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. થોડી વારમાં નકલી પીએસઆઇ બની અમિત ઠક્કર તેના સાગરીતો સાથે રુમમાં આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાકટરને હથકડી પહેરાવી, નગ્ન કરી માર મારીને વીડિયો બનાવ્યો હતો. આમ કરી પીડિત પાસેથી ટોળકીએ ૫ લાખ રુપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે અમિત ઠક્કર સહિત વિજય માળી, અલ્પેશ પટેલ, અમન ઉલ્લા શેખને ઝડપ્યા હતા.