Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    • Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
    • અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
    • સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
    • America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat થી અપહરણ થયેલા માસૂમની મુંબઈની ટ્રેનમાં લાશ મળી
    સુરત

    Surat થી અપહરણ થયેલા માસૂમની મુંબઈની ટ્રેનમાં લાશ મળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૪

    સુરતના અમરોલી વિસ્તારમાં ત્રણ વર્ષના એક બાળકનું અપહરણ થયા બાદ તેની લાશ મુંબઈથી પસાર થતી એક ટ્રેનમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલામાં બાળકનું અપહરણ અને હત્યા તેના જ માસીના દીકરાએ કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક ગત બુધવારે સાંજે ગુમ થયો હતો. બાળક ગુમ થતાં જ પરિવાર ચિંતિત બન્યો હતો. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે બાળક કદાચ ફરવા ગયો હશે, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં તેમણે શોધખોળ શરૂ કરી. આ દરમિયાન પરિવારને જાણ થઈ કે બાળકને તેના માસીનો દીકરો વિકાસકુમાર શાહ લઈ ગયો છે. ત્યારબાદ તાત્કાલિક અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

    પોલીસે ફરિયાદ મળતાની સાથે જ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે આરોપી વિકાસકુમાર બાળકને બાઇક પર લિફ્ટ લઈને રેલવે સ્ટેશન તરફ લઈ ગયો હતો. પોલીસે તેના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતાં તેનો પત્તો નાસિક અને પછી મુંબઈ સુધી મળ્યો હતો.

    ગઈકાલે રાત્રે મુંબઈના એલટીટી ટર્મિનસ ખાતે ઊભેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી એક માસૂમની લાશ મળી આવી. ટ્રેનના મુસાફરો દ્વારા આ અંગે જાણ થતાં જ જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ જોતા મેડિકલ ટીમ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી.

    પોલીસને શંકા છે કે આરોપી વિકાસકુમારે ટ્રેનમાં જ બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી અને લાશને ડસ્ટબિનમાં છુપાવીને તે ટ્રેનમાંથી ઊતરીને ફરાર થઈ ગયો. પોલીસે લાશની ઓળખ માટે સુરતથી પરિવારને મુંબઈ બોલાવ્યો હતો. પરિવારે મુંબઈના થાણે ખાતે જઈને મૃતદેહની ઓળખ કરતાં તે ગુમ થયેલા બાળકનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલ સુરત અને મુંબઈ પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. તેઓ ટ્રેનના મુસાફરોની વિગતો અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે. પોલીસ આરોપી વિકાસકુમારને પકડવા માટે તીવ્ર શોધખોળ ચલાવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Gujaratમાં ગરમીથી યુવકનું મોત: ૨૮ વર્ષનો યુવક હીટસ્ટ્રોક સહન ન કરી શક્યો

    May 12, 2026
    સુરત

    કાકરાપાર ડેમમાં ડૂબવાથી વાકલ ગામના ૪ પિતરાઈ ભાઈઓના કરુણ મોત

    May 12, 2026
    સુરત

    સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuitsની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

    May 11, 2026
    સુરત

    સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા

    May 9, 2026
    સુરત

    ઓસ્ટ્રેલિયાના નામે ૮ લાખનું Fraud, નકલી વિઝા પકડાઈ જતાં મહિલા એજન્ટનો ફિનાઈલ ડ્રામા

    May 9, 2026
    સુરત

    આખરે Sumul Dairyની ચૂંટણીને લઈને ચાલતી અટકળોનો અંત, ૧૫ જુલાઈના રોજ મતદાન યોજાશે

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.