Rajkot.તા. 18
રાજકોટ શહેર ભાજપ અગ્રણી અને ડેપ્યુ્ટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા (ટીકુભા) અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર જામનગર રોડ પર હુમલો થયાના સમાચારો વહેતા થતાં શહેરભરમાં ચકચાર જાગી છે. મોડી રાત્રે ઘટના બની હોવાની ચર્ચા વચ્ચેમ સન્ની પાજી પર પણ હુમલો કર્યાની વાત સામે આવી હતી. પોલીસ ક્ધટ્રોેલ રૂમમાં સન્ની પાજી તરફથી જ માથાકુટનો ફોન આવ્યોવ હોઇ પોલીસે તપાસ કરી હતી. પરંતુ તે મામલે હજું કોઈ ગુનો નોંધાયો નથી. સન્નીમ પાજી સામેથી ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો હોવાનું પીઆઈ કરપડાએ જણાવ્યું હતું. જો કે તેમના તરફથી પણ કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી.
પ્રાપ્ત વિગત મુજબ, અમનવીર ઉર્ફે સન્નીોપાજીએ પોલીસમાં કરાવેલી નોંધમાં જણાવ્યું હતું કે, તેમને પરા પીપળીયાના પાટિયા પાસે સન્ની પાજી દા ઢાબા નામની હોટલ આવેલ છે. તેઓ હોટલ પર હતાં ત્યારે ત્યાીરે ત્રણ વ્યાક્તિજ જમવા આવ્યાી હતાં. તેનું બીલ હોટેલમાં લીધુ હોઇ ત્યારે વિજયભાઇ ગઢવી નામના વ્યક્તિનો ફોન આવેલ અને કહેલુ કે, આ ત્રણ વ્યીક્તિ નું બીલ લેવાનું નથી. જેથી તેને કહેલુ કે, ત્રણેય લોકો બીલ દઇને જતા રહ્યા છે. દરમિયાન નરેન્દ્ર સિંહ ઉર્ફ ટીકુભા જાડેજાનો ફોન આવેલો અને ફોનમાં કહેલુ કે, હું તારી હોટલે આવુ છું, હોટેલ બંધ કરાવી દેવી છે.
તેવી વાત કરી હતી. બાદમાં થોડીવાર પછી નરેન્દ્ર સિંહ ઉર્ફ ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદિપસિંહ ટીન્કુીભા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફ કાનો, વિજયભાઇ ગઢવી અને અજાણ્યાન માણસો હોટેલે આવેલા અને સામ સામે ઝપાઝપી થઇ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીકાપાટુ મારવા લાગેલા, હોટેલમાં તોડફોડ પણ કરી હોઇ અને કોઇએ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવી હતી. બાદમાં તે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેભશને આવ્યો હતો. સામ સામે ઝપાઝપી થતાં તેમને શરીરે, માથાના ભાગે મુંઢ ઇજા થઇ છે.
હાલ કોઈ સારવાર લીધેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે, સામાવાળા તેમના મિત્ર થતાં હોઇ અને સમાધાનની વાત થઇ ગઇ હોઇ જેથી બનાવ બાબતે મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કરપડાએ પણ જણાવ્યું હતું કે, અમનવીરસિંહ ઉર્ફે સન્ની સામેથી પોલીસ મથકે પોતાનું નિવેદન નોંધવા આવ્યો છે.
મારા બંને પુત્ર અમદાવાદ લગ્ન પ્રસંગમાં છે, આવી ઘટના કોઈ બની જ નથી: ઘોઘુભા જાડેજા
ગઈ રાતે જામનગર રોડ પર પરા પીપળીયા પાસે આવેલ સન્ની પાજી દા ઢાબા નામની હોટલ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયાના સમાચારો વેગવંતા બન્યા હતાં. જે મામલે તેમના પિતા અને ભાજપ આગેવાન ઘોઘુભાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હુમલા કે મારમારીની કોઈ ઘટના બની જ નથી. તેઓના બંને પુત્ર નરેન્દ્રસિંહ જાડેજા અને રવિરાજસિંહ બંને અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાલ ગયેલ છે.તેમજ જે ઘટનાની વાત સામે આવે છે, તેમાં તેમના ભત્રીજા કાનભા સાથે સામેવાળા લોકો સાથે બાઈક અથડાવવા મામલે ઝઘડો થયો હતો. જે બનાવ સામાન્ય મારામારી સુધી પહોંચ્યાનું જણાવ્યું હતું.