Rajkot,તા.૧૮
શહેરમાં જમીન માલીકોના નામનું સાટાખત ના મામલે કોર્ટે કરારપાલન કરાવવાનો દાવો નામંજુર કરી મુળ માલીકોની તરફેણમા મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના રેવન્યુ સ. નં. ૨૬૬ મુળ ખંડ નં.૧૦ અંતિમ પ્લોટ નં.૨૩ ની જમીન ચો. મી. ૫૧૦૭૭ ની જમીનો બાવાલાલ કેશાભાઈ પટેલ (ટીલાળા) અને દુધીબેન બાવાલાલ પટેલના નામે આવેલી હતી. બાવાલાલ પટેલના સબંધનો ગેરલાભ લઈ તેમના જ મિત્ર મનુભાઈ બોરીચા અને યશપાલસિંહ જીતુભા ચુડાસમાએ મિલાપીપણુ કરીને
જમીન સબંધે બાવાલાલ તથા તેમના પત્ની દુધીબેને જમીન વેંચાણ કરવાનો કરાર કરી આપેલો છે. તેવો યશપાલસિંહ ચુડાસમાના નામનો કરાર કરીને દિવાની અદાલત સમક્ષ કરાર પાલન અર્થેનો દાવો કર્યો હતો. જમીનના મુળ માલીક બાવાલાલ પટેલ (ટીલાળા) અને દુધીબેન પટેલનું ચાલુ કામે અવસાન થતાં કરાર તથા તેની કાયદેસરતા અને કરારપાલન તથા કયારે કરાર પાલન કરી શકાય કે કરાવી શકાય તે સબંધે વિસ્તૃત કાયદાકીય દલીલો અને રજુઆત કરતા દિવાની અદાલતે બાવાલાલ પટેલના એડવોકેટની દલીલો માન્ય રાખી કરારપાલન કરાવવાનો યશપાલસિંહ જીતુભા ચુડાસમાનો દાવો નામંજુર કરવા હુકમ કર્યો છે.
આ આ કેસમાં બાવાલાલ પટેલ (ટીલાળા)ના વા૨સો વતી ધારાશાસ્ત્રી અભિષેક એસ. ગઢીયા, હિતેષ જે. હળવદીયા, પ્રજવલ એચ. હળવદીયા, મદદનીશ નૈમીષ બી. ત્રિવેદી અને દર્શન જે. પરમાર રોકાયા હતા.