સરધાર પાસે ટ્રકની હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું
Rajkot,તા.૧૮
સરધાર પાસે ટ્રકની હડફેટે લાઠીના બાઈક ચાલકનું મૃત્યુ થયાના 15 માસ પહેલાંના કેસમાં અદાલતે આરોપી ટ્રક ડ્રાઇવરનો છુટકારો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ ગઈ તારીખ 21/ 7/ 2003ના રોજ લાઠીના વીજ કર્મચારી રમેશ ત્રિભોવનભાઈ દેવમુરારી તેનું બાઈક લઈને સરધાર પાસેથી લાઠી જઈ રહ્યા હતા, ત્યારે સિમેન્ટ ભરેલા ટ્રકે હડફેટે લેતા, બાઇકચાલક રમેશભાઈનું મૃત્યુ થયું હતું, જે અંગે મૃતક ના ભાઈ ઘનશ્યામભાઈ દેવમુરારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ટ્રક ચાલક કનકસિંહ ગંભીરસિંહ જાડેજા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ તપાસના અંતે ચાર્જશીટ મૂક્યું હતું, આ કેસ ચાલવા ઉપર આવતા આરોપી વતી એડવોકેટ ખેરૂનબેન ભુવડએ કરેલી વિગતવાર ઉલટતપાસ તેમજ દલીલોમાં આરોપી પર મુકવામાં આવેલ આરોપ બદલના આવશ્યક તત્વો પુરવાર થતાં ન હોય તેમજ આરોપી પર મુકવામાં આવેલ આરોપ નિઃશંકપણે સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય તેમજ રજુ રાખેલ હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ કેસમાં કોર્ટે ફરિયાદ પક્ષ આરોપીને ગુનામાં દોષિત ઠરાવી શકે તેમ ન હોય, જેથી જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ ખેરૂનબેન ભુવડ તથા ઉર્મિલા પરમાર રોકાયા હતાં.