Surendranagarતા.૨૩
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે કાધલી હોટલ પાસે રોડ પરથી ફોર વ્હીલ ગાડીની સીટ નીચે ચોરખાનું બનાવી ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની ૯૧૦ બોટલો સાથે એક શખશ ઝડપાયો હતો. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-૯૧૦, એક મોબાઈલ અને કરી મળી કુલ રૂ. ૭.૮૭,૮૫૦નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ઘરી છે.
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમાએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનોમાં ચોરખાનુ વનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરા ફેરી કરતા હોય, જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપી હતી.
જે અંગે એલ.સી.બી. ટીમ દ્વારા પાણસીણ પો.સ્ટે. વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી ફોર વ્હીલ ગાડીમા ચોર ખાનું બનાવીને છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂ સીગ્નેચર પ્રાઇમર ગ્રેઈન વ્હીસ્કી પ્લા.ના ૧૮૦ મીલીના ચપલા નં.૭૪૦ કી.રૂ. ૨,૫૧,૬૦૦ તથા બ્લેક એન્ડા વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી પ્લા.ના ૧૮૦ મીલીના ચપલા નં.૧૭૦. કી.રૂ. ૧,૦૬,૨૫૦ એમ કુલ ઇંગ્લીશ દારૂ ચપલા નં.૯૧૦ કુલ કી.રૂ. ૩,૫૭,૮૫૦, એક મોબાઈલ કિંમત રૂ. ૩૦,૦૦૦ અને કરી કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ સહીત અન્ય મુદામાલ મળી કૂલ કી.રૂ. ૭,૮૭,૮૫૦ના મુદામાલ સાથે ભૌતિકભાઈ ગોપાલભાઈ ગેજેરા ( રહે-ગામ પાળ )ને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે કાધલી હોટલ પાસે રોડ પરથી પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત ઇસમ તેમજ તપાસમાં ખુલેતે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ પાણસીણા પો.સ્ટે. ખાતે ગુનો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે આ કેસમાં પકડાયેલા આરોપી ભૌતિકભાઈ ગોપાલભાઈ ગેજેરા (રહે.ગામ પાળ) અને પકડવાના બાકી આરોપીઓ તનુસીંગ (રહે-ઇંદોર, મધ્ય પ્રદેશ) તથા તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
સુરેન્દ્રનગર એલ.સી.બી.ટીમના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.રાયમા, પ્રવિણભાઇ એ. કોલા,કુલદીપભાઇ બોરીચા, રવીભાઇ પરાલીયા,કિશનભાઈ ભરવાડ,મેહુલભાઈ મકવાણા,પ્રધુમનસિંહ પરમાર તથા પેરોલ ફર્લો સ્કોડના સંજયભાઈ પાઠક સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.