RAJKOT,તા.25
રાજકોટમાં વૈશ્વિક રામકથા “માનસ સદ્ભાવના” શરૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથા દરમિયાન નવ દિવસ ભોજન પ્રસાદમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવાનું કાર્ય શરૂ છે. જેમાં પ્રથમ દિવસે ફાડા લાપસી, મીક્સ ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ અને બીજે દિવસે મોહનથાળ, ગાંઠીયા, દૂધીચણા દાળ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ પીરસવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે લાહાલાડુ, ભજીયા, દેશી ચણા, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, ચોથે દિવસે બરફી ચુરમુ, ડાકોરના ગોટા, ચોળાનું શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, પાંચમે દિવસે ડ્રાયફ્રૂટ બુંદી, ગાંઠીયા, મીક્સ શાક, કાબુલી ચણા, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ. છઠે દિવસે અડદીયા પાક, ખમણ, સુકા વટાણા, મીક્સ લીલોતરી, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ, સાતમે દિવસે મગદાળનો શીરો, મીક્સ ભજીયા, ઉંધીયું, રોટલી, દાળ-ભાત, સંભારો છાશ, આઠમે દિવસે અમરતપાક, ફૂલવડીના ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ અને નવમે દિવસે રવાનો શીરો, ગાંઠીયા, ભજીયા, મીક્સ કઠોળ, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ પીરસવાની સમગ્ર તૈયારી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિ:સંતાન,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્ર્વિક રામકથા”માનસ સદ્ભાવના” શરુ થઇ ચુકી છે.
આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્ર્વિક રામકથા યોજાઈ છે.
રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.