Rajkot,તા.25
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાં વિદેશી દારૂ ધુસાડાય તે પૂર્વે એલસીબી ઝોન 1 ની ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા ક્રિષ્ના વોટરપાર્ક પાસે ટ્રકમાં પાવડરની બોરીની આડમાં છુપાવેલો રૂપિયા 23 લાખની કિંમત નો 3556 બોટલ વિદેશી દારૂ સાથે ભાણવડ પંથકના બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે નાસી જનાર રાજકોટના બુટલેગર જયંતિ ચૌહાણની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બજેસ ઝા એ આપેલી સૂચનાને પગલે ડીસીપી ઝોન 1ના ડીસીપી સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી-1 પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતના સ્ટાફ દ્વારા અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જી જે 25 યુ 53 82 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની એસ.આઇ ભરતભાઈ વાઘેલા હેડ કોન્સ્ટેબલ વીજેન્દ્રસિંહ ઝાલા અને હિતુભા ઝાલા ને મળેલી બાત વિના આધારે સ્ટાફ દ્વારા ક્રિષ્ના વોટરપાર્ક પાસે વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતા ઉપરોક્ત નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાં પાવડરની બોરીની આડમાં છુપાવેલો રૂપિયા 22.95 લાખની કિંમતનો 3,556 બોટલ વિદેશી દારૂ સાથે ભાણવડ તાલુકાના મોખાણા ગામનો હીરા ચના રબારી અને નાથા બીજલ રબારીની ધરપકડ કરી પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 33 લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો.ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછ માં આ દારૂનો જથ્થો રાજકોટ શહેરના ભાગોળે આવેલા નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા જયંતિ રાઘવ ચૌહાણ નામના શખ્સે મંગાવ્યાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ દરોડામાં હેડ કોન્સ્ટેબલ મનરૂખગીરી ગોસ્વામી,ધર્મરાજસિંહ જાડેજા , કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી બચાવી હતી