RAJKOT,તા.26
તા.18.11.2024 થી 22.11.2024 દરમ્યાન પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચેકિંગ કરેલ હતું. જેમાં કુલ 1742 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 5.74 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે. ગેરરીતીમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો, વગેરે જોવા મળેલ.
જે અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 426 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ।.63 કરોડના, ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ।.84 કરોડના અને બોટાદ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ।.89 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે
વધુમાં, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયા, વાણિજ્ય હેતુના ઈમિટેશન ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ।.35 લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરા, વાણિજ્ય હેતુના હોટેલ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ। લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.
મોરબી વર્તુળ કચેરી હેઠળના રાણેકપર ગામમાં ગોવિંદભાઈ મૈયાભાઈ, વાણિજ્ય હેતુના પાણીના પ્લાન્ટમાં ડાયરેક્ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ।.6.5 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.ભુજ વર્તુળ કચેરી હેઠળના ગોરેવળી ગામમાં રાહુલભાઈ કરમણભાઈ, વાણિજ્ય હેતુના રિસોર્ટ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ।.6 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.