Rajkot,તા.27
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અવાર નવાર વિવિધ કૌશલ્યવર્ધક સ્પર્ધાઓના આયોજન કરવામાં આવતા હોય છે. તાજેતરમાં તા.૨૫ નવેમ્બર, સોમવાર ના રોજ ઢેબર રોડ સ્થિત રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આંતર ગુરુકુલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ ગુરુકુલ, ત્રંબા ગુરુકુલ અને રામપર ગુરુકુલ એમ ત્રણ શાખાના બાળકોએ ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા અને કોયડા ઉકેલની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કુલ ૨૭ બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં બાળકોને શ્રેષ્ઠ કૃતિ માટે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરખડા લાલજીસર, વાડદોરિયા મહેશસર, કલોલા ડિમ્પલબેન, તન્ના ભૂમિબેન, તથા ત્રંબા ગુરુકુલથી દયાબેન અને રામપર ગુરુકુલથી પ્રિયંકાબેન વગેરે ગુરુકુલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.