Rajkot,તા.28
તા ૧૪-૧૧-૨૦૨૪થી ૨૦-૧૧-૨૪ પુરા રાજ્યમાં સહકાર સપ્તાહ ભવ્ય ઉજવણીત્યારે રાજકોટ મહાનગર અને તેના ચાર વિભાગોની ટીમ સ્વતંત્ર રીતે સહકારિતા ને લોકભોગ્ય બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ .
પ્રથમ દિવસે સહકારનો સપ્તરંગી ધ્વજ આરોહણ માધવ ભવન ખાતે થયેલ.બાદમાં ચારે ય ઝોનમાં પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સહકાર મિલન , જુદી જુદી બેંકોનો સંપર્ક,સ્નેહમિલન,જેવા સમારોહ યોજાઈ ગયા..
સમરસભાવનું નિર્માણ સહકારી તાના ક્ષેત્રમાં ચાલો કરીએ સહકાર ભારતી દ્વારા-પંકજભાઈ રાવલ
કોઈપણ સંસ્થાની સફળતાની ઇમારત સાધ્ય, સાધન અને સાધક નામના ત્રણ પાયા પર આધારિત હોય છે શ્રી નરેન્દ્ર દવે
સહકારથી સમૃદ્ધિ લાવી ,ચાલો ભારતને વિશ્વ ગુરુ બનાવીએ- શ્રી વિનોદ બરોચીયા
સહકાર સપ્તાહ નિમિત્તે સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તરંગી ધ્વજ આરોહણ, ૪ માં ઝોનમા ભવ્ય સહકાર સંમેલન, , સ્નેહમિલન, અને જુદી જુદી બેંકોનો સંપર્ક જેવા ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયા* જેમાં રાજકોટની જુદી જુદી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી, કર્મચારી મંડળી, જુદી જુદી બેંકના ડિરેક્ટરો શ્રીઓ, હાઉસિંગ સોસાયટી, સહકારી અગ્રણીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર સપ્તાહ ની ભવ્ય ઉજવણી યોજાઈ ગઈ.
સહકાર ભારતી,રાજકોટ મહાનગરના અર્બન કોપરેટીવ બેંક પ્રકોષ્ઠ શ્રી દીપકભાઇ પટેલ તથા દીપકભાઇ મકવાણા દ્વારા રાજકોટની સહકારી બેંકોનો સંપર્ક કરી સહકાર ભારતી પરિચય પુસ્તિકાવિતરણ કરવામાં આવેલ.
તારીખ ૧૪-૧૧-૨૦૨૪ ગુરૂવાર સવારે ૮:૩૦ વાગે, સહકાર ધ્વજારોહણ ડો, પ્રકાશભાઈ મોઢાના અધ્યક્ષ સ્થાને માધવ શરાફી મંડળી સ્વામિનારાયણ મંદિર સામે રાજકોટ . કરવામાં આવેલ હતું.
*ઉત્તર ઝોન ૭૧વિસ્તાર શ્રી કમલેશભાઈ બલભદ્ર કુટુંબ પ્રબોધન સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખાતે જણાવ્યું હતું* કે સહકારી ક્ષેત્રે વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન છે શ્રી લક્ષ્મણરાવ ઇનામ દાર વકીલ સાહેબે સ્થાપના કરેલ હતી . “વિના સહકાર નહિ ઉદ્ધાર”સૂત્રનો આત્મા આત્મસાત કરી અનેક યુવાનોને સહકારી ક્ષેત્રોમાં કાર્યરત કર્યા આજે વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન સહકારી ક્ષેત્રે ગણાય છે
પૂર્વ ઝોન ૬૮ વિસ્તાર, સ્નેહ મિલનમાં શ્રી પંકજભાઈ રાવલ પૂર્વ પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરિહંત શરાફી સહકારી મંડળી ખાતે જણાવ્યું હતું કે
સમરસભાવનું નિર્માણસહકારી ક્ષેત્રમાં ચાલો સહકાર ભારતી દ્વારા કરીએ.
સમાજ હૈ આરાધ્ય હમારા , સેવા હૈ આરાધના
ભારતમાતા કે વૈભવ હિત , સહકારિતા કી સાનના
આ મંત્ર આત્મસાત કરી , જેમણે વર્તમાન પ્રધાનમંત્રીનુ ઘડતર કર્યુ , જેમને ગુરુ માને છે એવા લક્ષ્મણરાવ ઇનામદાર ઉપાખ્ય વકીલ સાહેબે 1જાન્યુ-1979 ના દિવસે સહકાર ભારતીની સ્થાપના કરી.1 સપ્ટે,1917 ને વસંતપંચમી, સતારામા જન્મ , બ્હોળો પરીવાર ત્યાંથી જ એકબીજાને સાથે લઇ સહકારથી ચાલવાનો ભાવ , 1943મા વકીલની પૂનાથી ડીગ્રી , 1952મા પ્રચારક તરીકે ગુજરાત આવ્યા , સંઘકાર્ય એ સમયે 150 શાખા સુધી , 1973 મા ક્ષેત્ર પ્રચારક , અ.ભા.વ્યવસ્થા પ્રમુખ , કેન્સરથી 1985 મા નિધન.આ દરમ્યાન સંઘમા પણ અનેકો વિવિધ ક્ષેત્ર સ્થપાયા , વિકસ્યા.એમાનુ એક એટલે આપણુ સહકાર ભારતી.
કેવુ હોવુ જોઇએ ? તો 1976 મા શ્યામ બેનેગલનુ , વિજય કુલકર્ણી લીખિત અને સ્મિતા પાટીલ, નસરુદ્દીન શાહ અભિનિત મુવી ‘મંથન’.વર્ગીસ કુરિયનની સહકારી ચળવળ ‘અમૂલ’ એ કેવી રિતે સફળતા પ્રાપ્ત કરી એની કહાની.જેમા મહારાષ્ટ્રમાંથી આવેલા ડો.રાવ અને દેશમુખના પાત્રો , સાહુકારો દ્રારા દુધ ઉત્પાદકોનુ શોષણ , એમને ઉત્પાદકતા સામે યોગ્ય મૂલ્ય અપાવવાનો સંઘર્ષ અને એમા ઉચ્ચ-નિચ વર્ગનો જાતિવાદ.આ બધા અવરોધોની સામે સેવાનુ લક્ષ્ય હતુ એટલે આજે ઝળહળતી સફળતા દેખાય છે.
સહકાર ભારતી પણ સમાજજીવન સાથે સંકળાયેલી વિવિધ કો-ઓપરેટીવ સંસ્થાને આ જ સમર્પણ અને સેવાના ઉમદાભાવ થકી જોડવાનુ કાર્ય કરે છે.જેમા ગ્રાહક અને સભાસદ બંન્નેના વિકાસની ભાવના નિહિત છે.ટોરેન્ટ આટલુ મોટુ થયુ તો કાલુપુર બેંકની 75 હજારની લોન થકી.કોરોનામા રા.ના.સ.બેંકે 40 હજાર નાના ધંધાર્થીઓને 550 કરોડની લોન આપી સેવા કરી.આ રીતે સમાજ હૈ આરાધ્ય હમારાનો ભાવ.સાથે સભાસદોમા પણ કોઇ જાતિભેદ કે પ્રાંત ભાષાનુ વર્ચસ્વ ન હોતા સર્વસમાવેશકતા દ્રારા સમરસભાવનુ નિર્માણ.
આ બધુ કરતા કરતા સમાજજીવનની સમસ્યાઓ પ્રત્યે પોતાનુ કર્તવ્ય.જેમકે પર્યાવરણ સંરક્ષણનો ભાવ , વપરાશમા સ્વદેશીનો આગ્રહ , દરેક કર્મચારી પ્રત્યે કુટુંબવત પરીવારભાવની નાગરીય કર્તવ્યની વિભાવના સાકર કરવાનો સહકારીતાના ક્ષેત્ર દ્રારા પ્રયાસ.
આવનારા સમયમા આ પાંચ બિંદુઓ પર આપણી માતૃસંસ્થાના શતાબ્દિ વર્ષ પ્રસંગે આરાધના કરીશુ તો વાસ્તવિકતામા સહકાર થી સમૃદ્ધિ તરફ અને વિના સહકાર નહી ઉદ્ધાર અને વિના સંસ્કાર નહી સહકારના ભાવને આત્મસાત કરીશુ એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરુ છુ.
રાજકોટ ના પશ્ચિમ* *ઝોન૬૯ વિસ્તારમાં સંમેલન યોજાઈ ગયું
કોઈપણ સંસ્થાની સફળતાની ઈમારત સાધ્ય , સાધન અને સાધક નામના ત્રણ પાયા પર આધારિત હોય છે.-શ્રી નરેન્દ્રભાઈ દવે
નરેન્દ્ર ભાઈ દવે તેમના મનનીય પ્રવચનમાં કહેલ કે, કોઈપણ સંસ્થા કે સંગઠનની સફળતાનો આધાર તેના ત્રણ પાયા ઉપર રહેલો છે.
સાધ્ય, સાધન અને સાધક એ ત્રણ પાયા છે.
આપણું સાધ્ય છે રાષ્ટ્રને પરમ વૈભવના માર્ગે લઈ જવાનું. આપણું એક એક કાર્ય, એક એક ડગલું રાષ્ટ્રને સમૃદ્ધ કરનારૂં અને સેવાભાવથી પ્રેરિત હોવું જોઈએ. આપણા ધ્યેય પ્રાપ્ત કરવા સહકારી મંડળીઓ દ્વારા થતા નફાને સહકારી મંડળીના દરેક સભ્યોને ડીવીડન્ડ તથા સભાસદો ભેટ રૂપે સરખા ભાવે વહેંચી દઈએ છીએ.આપણે તો ફક્ત ટ્રસ્ટીઓ જ છીએ.મંડળી એ પંચ છે, સનાતન છે, કાયમી છે. આપણી જગ્યાએ કાલે બીજા કોઈ હોય શકે.
બીજો પાયો છે સાધન આપણે સાધનોના શુદ્ધિકરણમાં માનીએ છીએ. મંડળીઓ દ્વારા નાના ધિરાણદારોને સન્માનપૂર્વક અપાતી લોન, ઓછું વ્યાજ, સરળતા ભર્યું ધિરાણ અને પરિવારભાવનાથી કરવામાં આવતો વસુલાત એ આપણા સાધન છે.
બીજી બધી મંડળીઓ કરતા ઓછા વ્યાજ દર ,વધુ ડિવિડન્ડ અને સારી એવી સભાસદ ભેટ દ્વારા આપણે આપણે મંડળીની પ્રસિદ્ધિ વધુ કરી શકીએ.
ત્રીજું મહત્વનો પાયો છે સાધક.
સાધક એટલે કે આપણે કાર્યકર્તાઓ, ડિરેક્ટર મિત્રો અને મંડળીના કર્મચારીઓ.
જો આ લોકો સંસ્કારી હશે તો જ આપણે મંડળી દ્વારા કરવામાં આવતા કાર્યને લોકસ્વીકૃતિ મળશે, પ્રતિષ્ઠા મળશે. સહકાર ભારતીય ના સભ્ય તરીકે આપણા સૌનો એક જ દે છે ભારત માતાની ફરીથી સમૃદ્ધ બનાવી આપણા એ આરાધ્ય છે આપણા બીજા આરાધ્ય છે ભગવા ધ્વજ.
ભગવો રંગ ત્યાગ અને સમર્પણનુ પ્રતિક છે. સહકાર ભારતી દ્વારા મેઘધનુષી સાત રંગોનો ધ્વજ છે. જે બતાવે છે કે આપણે સપ્તરંગી ક્ષેત્રમાં કામ કરવાનું છે.આપણે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા ના પ્રણ સાથે સહકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
અંતમાં નરેન્દ્રભાઇએ દરેક સહકાર કાર્યકર્તાઓ પાસે રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના વંચિત સમાજની સેવા માટે સમય રૂપી ધન આપવાનો સંકલ્પ લેવડાવ્યા.
દક્ષિણ ઝોન ૭૦ વિસ્તાર શિવ જ્યોત ક્રેડિટ કો ઓપરેટિવસોસાયટી ખાતે
સંમેલનના મુખ્ય વક્તા સહકાર ભારતીના પૂર્વ પ્રાંત મહામંત્રી શ્રી વિનોદભાઈ બરોચીયાએ જણાવ્યું કે
સહકારથી સમૃદ્ધિ લાવી ચાલો ભારતને વિશ્વ ગુરુ બનાવીએ શ્રી વિનોદભાઈ બરોચીયા
ભારતીના દક્ષિણ ઝોન સંમેલનમાં પધારેલ મંડળીઓ અને વ્યક્તિગત સભ્યો આ વિસ્તારમાં રહેતા કાર્યકર્તાઓ અને તેમની નિષ્ઠાનું દર્શન કરાવે છે
આપણે માઁ ભારતીના સેવા માટે તત્પર રાષ્ટ્રભક્તો છીએ. આપણો એક જ ઉદ્દેશ હોય છે કે સહકારથી સમૃદ્ધિ લાવી ભારતને વિશ્વ ગુરુ બનાવીએ. આપણે સૌ સંસ્કારી કાર્યકર્તાઓ છે આપણે મંડળી દ્વારા થતા નફાને સભાસદોમાં વહેંચી મૂડીવાદનો વૈશ્વિક વિકલ્પ આપીએ છીએ. જરુર છે આ સહકારી મંડળીઓ એક થઈ અને સંગઠિત બને.એકબીજાના અનુભવો શેર કરીએ. આ માટે દર મહિને મંડળીઓના પ્રમુખો કે કર્મચારીઓની નિયમિત રીતે બેઠક રાખી તેમાં વિચારોને આપ લે કરીએ તો વધુ સારું પરિણામ આવે.
આજે રાષ્ટ્રની જીડીપીના 23% સહકારી ક્ષેત્રનો હિસ્સો છે જે વધારી ને આપણે 40% સુધી કરી શકીએ એવી શક્યતાઓ છે.
કેન્દ્રમાં સહકાર મંત્રાલય સ્વતંત્ર થતા આ અંગેના કાયદાકીય ફેરફારો થયા. દરેક મંડળીનો એકસરખો પેટા કાયદો હોય. દરેક મંડળી ઉચ્ચ ટેકનોલોજી વાપરતી હોય. એ.આઇ.ની મદદ લેતી હોય. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કામ શ્રેષ્ઠતા પૂર્વક કરતી હોય તો આ અપેક્ષા વધારે પડતી ન કહેવાય.