Rajko, તા.28
રાજકોટમાં શિક્ષિકા પર સગા જેઠે અનેકવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ હતી. કાલાવડ રોડ પર રહેતાં પરીવારમાં પરણીને આવેલ પરિણીતા પર જેઠની નજર બગડી અને અવારનવાર છાતીમાં હાથ નાંખી છેડતી કરી દેહ ચૂંથતો હતો. મહિલા કંટાળીને પતિ અને સંતાન સાથે અમદાવાદ રહેવા જતી રહી, પરંતુ ત્યાં પણ આવી તે વિકૃત હરક્ત કરતો હતો. બાદમાં અંતે હિંમત કરી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીત શિક્ષિકાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જેઠ રવિ (રહે. કાલાવડ રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પતિ નોકરી કરે છે, તેણીને સંતાનમા એક દીકરો છે. તેઓ અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેણીના લગ્ન તા. 18/06/2011 ના રાજકોટ પ્રઘુમન ગ્રીન સીટી બી-202 કાલાવડ રોડ પર રહેતા યુવક સાથે તેમના ઝારખંડ ખાતે આવેલ ઘરે થયેલ હતા. લગ્ન બાદ તેણી રાજકોટ પતિ સાસુ -સસરા જેઠ-જેઠાણી અને તેનાં બે બાળકો સાથે સહકુટુંબમાં રહેતા હતા.
લગ્નના થોડા દીવસો બાદ તેમના જેઠ રવિ અગ્રવાલ તેણીને ખરાબ નજરથી જોતા અને જ્યારે ઘરે કોઈ હાજર ન હોય ત્યારે રસોડામાં કામ કરતી હોય ત્યારે મારા તે રસોડામાં આવી છાતી પર સ્પર્શ કરતા અને બળજબરી કરવાની કોશિશ કરતા હતા.
તેણી સાસુને આ બાબતે વાત કરેલ હતી. પરંતુ સાસુ કહેવા લાગેલ કે, તમારો જ વાંક છે તેમ કહેતાં તેણીના નવા નવા લગ્ન થયેલ હોય જેથી તે ડરી ગયેલ હતી. જેથી તેણીએ પતિને જાણ કરેલ ન હતી. તેણીના પતિની ખરાબ આદતો ને કારણે અવાર નવાર સાસરીયા વાળા તેણીને બોલ્યા રાખતા હતાં. લગ્નનાં આશરે પાંચેક મહીના બાદ તે પ્રેગ્નેન્ટ થઇ અને તા.15/03/2013 ના પુત્રને જન્મ આપેલ હતો.
બધા સાથે જ રહેતા હોય અને પુત્રના જન્મ બાદ પણ તેણીના જેઠ તેમની સામે ખરાબ નજરથી જોતા અને તેણી કોઇ કામ કરતી હોય ત્યારે તે અડપલા કરતા હતા. તેણીનો દીકરો અમન 9 મહીનાનો થયો ત્યારે ડીસેમ્બર 2013 માં નાના મવા રોડ પર મારૂતી નંદન એક્યુરેટ મોટરવાળી શેરીમાં તેણી રહેવા જતા રહેલ જે મકાન તેના જેઠાણીના નામનું હતું. ત્યાં તેણી તેના પતિ અને પુત્ર સાથે રહેતી હતી.
તે દરમ્યાન તેણીના જેઠ કોઇના કોઇ બહાને ઘરે જ્યારે તે એકલી હોય ત્યારે ઘસી આવતાં અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતાં અને આ વાતની જાણ જો તુ કોઇને કરીશ તો તમને ત્રણેયને હું ક્યાયનાં નહીં રહેવા દઉં એમ કહી ધમકાવતા હતાં. તેણીના પતિ કોઈ ખાસ કામ ધંધો કરતા ન હોય અને દીકરો પણ નાનો હોય તેને કોઇ નુકશાન ન પહોંચાડે તેમ વિચારી જેઠની તમામ માંગણીઓ મુંગા મોઢે સહન કરી હતી.
જ્યારે તેણીના પતિ અને બાળક ઘરે ન હોઇ ત્યારે જેઠ ઘરે આવતા અને તેણીને પકડી બળજબરી પુર્વક ઘરે તેમના લાકડાના ડબલબેડ પર સુવાડાવી મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધતાં અને આ બધુ સહન ન થતા તેણીએ અનેકવાર વિરોધ કરેલ પરંતુ જેઠ કઈ માંનતા ન હોય જેથી ચારેક વર્ષ પહેલા પતિ-પત્ની બાળક સાથે અમદાવાદ રહેવા જતા રહેલ હતાં.
પરંતુ તેણીનો વિકૃત જેઠ કોઇપણ બહાને ઘરે આવતા અને તેણી સાથે અડપલા કરતા અમદાવાદ ક્યારેય શરીર સબંધ બાંધેલ ન હતો. ગઇ તા.13/11/2024 ના તેણી જ્યારે રાજકોટ દિવાળી વેકેશનમાં આવ્યા ત્યારે પણ જેઠએ તેમની સાથે છેડતી કરેલી હતી. ત્યારે તેણીએ હીંમત કરી 100 નંબરમા ફોન કરીને પોલીસ બોલાવેલ હતી.
ત્યારે તેણી પૈસાની ખોટી માંગણી કરીએ છે, તેમ કહીને તેણી સાથે ઝઘડો કરેલ હતી. ત્યારે પોલીસ આવેલ અને દંપતીને પોલીસ સ્ટેશન લાવેલ ત્યારે તેણીએ હિંમત કરી તેના પતિને સાચી હકીકતની જાણ કરેલ અને ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકાંજામાં લઈ કાર્યવાહી કરી હતી.