Rajkot તા.28
પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (૧૧૪૬૫) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (૧૧૪૬૬) તેના નિર્ધારિત રૂટ પર ચાલશે.
વેરાવળ સ્ટેશનથી ૩૦.૧૧.૨૦૨૪ અને ૦૨.૧૨.૨૦૨૪ ના રોજ ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (૧૧૪૬૫) તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.
એ જ રીતે જબલપુરથી ૨૯.૧૧.૨૦૨૪ અને ૦૨.૧૨૨૦૨૪ના રોજ ચાલવા વાળી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (૧૧૪૬૬) તેના નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ થઈને ચાલશે.