Rajkot,તા.૨૮
રાજકોટ શહેરમાં ચિલઝાડપનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરના બંગલા નજીક બગીચે વોકિંગમાં જઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સ ૭૦ હજારનો ચેઇન ખેંચી ગયા છે. આ બનાવમાં એ ડિવિઝન પોલીસે કોલનચીબેન રામાસ્વામી ધોબી ની ફરિયાદ નોંધી છે.
વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હુ તમિલનાડુ રહુ છું અને આશરે દશક દિવસ પેહલા હું મારી ભત્રીજી સરસ્વતી કે જે રાજકોટ ખાતે વિદ્યાનગર શેરી નં-૧ હનુમાન મંદિંરની સામે મહેન્દ્રભાઇ રાજપુતના મકાનમાં ભાડેથી રહે છે તેમને મળવા માટે આવેલ હતી અને હું રાજકોટ ખાતે તેમના ઘરે રોકાયેલ છું. તા.૨૫/૧૧ના રોજ સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ હુ તથા મારી ભત્રીજી સરસ્વતી તથા સરસ્વતીની બહેનપણી સરનીયા એમ અમો ત્રણેય ચાલીને આર.એમ.સી. કમિશ્નરના બંગલા પાસે આવેલ બગીચામાં વોકિંગ કરવા માટે ચાલીને નનિકળ્યા હતાં.
મારી ભત્રીજી તથા ભત્રીજીની બહેનપણી સરનીયાએ જોયેલ નથી તે ત્રણેય જણા મોટર સાયકલ લઇને તુરતજ ભાગી ગયેલ અને આ મારો સોનાનો ચેન જે રર કેરેટનો ૨૪.૦૦ ગ્રામ વજનનો હતો જેની કિંમત રૂપિયા આશરે ૭૦,૦૦૦ની ગણાય જે ચેન મેં આશરે દશેક વર્ષ પેહલા મારા વતન માથી ખરીદી કરેલ હતો જેનુ બીલ હાલ મારી પાસે નથી. મેં પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.