Maharashtra ,તા.૨૯
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી નથી. જે બાદ વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારેલા મહા વિકાસ અઘાડી ગઠબંધનને મહાયુતિ ગઠબંધન પર નિશાન સાધવાની તક મળી છે. મહા વિકાસ આઘાડીના નેતાઓ મહાયુતિમાં સીએમના નામની જાહેરાત કરવામાં વિલંબ પર સતત નિવેદન આપી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતા ભાઈ જગતાપે આ મુદ્દાને પ્રાદેશિક ઓળખ સાથે જોડવાનો પ્રયાસ કર્યો અને આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રના તમામ નિર્ણયો દિલ્હીમાં બેસીને લેવામાં આવે છે. ગુરુવારે સાંજે જ્યારે મહાયુતિના નેતાઓ અમિત શાહને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે દિલ્હીમાં બેસીને બે સુલતાન મહારાષ્ટ્ર માટે નિર્ણય લઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ભાઈ જગતાપે કહ્યું કે ’અહીં (મહારાષ્ટ્ર) તમામ નેતાઓ કંઈ નથી. તેઓ માત્ર દિલ્હી જઈને મુજરા કરે છે અને દિલ્હીના બે સુલતાન તમામ નિર્ણયો લે છે. અમે ૨૦૧૪ થી આ બધું જોઈ રહ્યા છીએ. ત્યાં બેઠેલા બે સુલતાન જ નિર્ણય લેશે.
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું કે ’મહારાષ્ટ્રને લગતી તમામ બાબતોનો નિર્ણય દિલ્હીમાં લેવામાં આવશે. એકનાથ શિંદે અને અજિત પવારે તેમના મુદ્દાઓ માટે વારંવાર દિલ્હી જવું પડશે. તેઓએ અમિત શાહ અને વડાપ્રધાનની વાત સાંભળવી પડશે. અજિત પવાર ડેપ્યુટી સીએમ હતા અને ડેપ્યુટી સીએમ રહેશે. લોકસભાની ચૂંટણી બાદ તેમના ચહેરા પરની ચમક જતી રહી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ તે ચમક પાછી આવી છે, આ બધો ઈવીએમનો ચમત્કાર છે. ત્રિમૂર્તિ મંદિર બનાવવું જોઈએ, જેમાં મધ્યમાં ઈફસ્ હોય અને એક તરફ વડાપ્રધાન અને બીજી તરફ અમિત શાહની પ્રતિમા હોય.