Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    • Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ
    • America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે
    • USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી ધ્યાન…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી ધ્યાન…!!

    Vikram RavalBy Vikram RavalNovember 30, 2024No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા બાદ માર્કેટ સુધર્યા છે. ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા.જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

    ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતે ગુરૂવારે નિફટીમાં કડાકો બોલાવવા ફંડો, મહારથીઓએ ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરોને સોફ્ટ ટાર્ગેટ કરીને હેમરીંગ કર્યા સાથે મોટી શોર્ટ પોઝિશન બનાવ્યાની ચર્ચા હતી. શેરબજારમાં  સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો. ગુરુવારે પહેલા તો સેન્સેક્સ-નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ અચાનક બજારમાં મોટો કડાકો દેખાયો. બીએસઈ સેન્સેક્સમાં ૧૩૦૦પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેની સાથે ફરી સેન્સેક્સ ૮૦,૦૦૦ની સપાટીથી નીચે આવી ગયો. જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૩૦૦ પોઈન્ટ જેટલો ઘટાળો.ભારતીય શેરબજારમાં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે. અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતા.તેની અસર સેન્સક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી.

    વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલ દ્વારા લેબનોન સાથે યુદ્વ વિરામ કર્યા છતાં હજુ આ મામલે સાવચેતી અને બીજી તરફ યુક્રેનના એનજી ક્ષેત્રને મોટાપાયે ટાર્ગેટ કરવામાં આવ્યાના અહેવાલો અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાબતે ફરી અનિશ્ચિતતાના અહેવાલે છતાં વૈશ્વિક બજારોમાં એકંદર સાધારણ ઘટાડા સામે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોની ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ફરી મોટી શોર્ટ પોઝિશન બનાવ્યાની ચર્ચા વચ્ચે કડાકો બોલાઈ ગયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ના નવેમ્બર વલણના અંતે નિફટીમાં શોર્ટ અને કવરિંગના અસાધારણ તોફાનમાં ટ્રેડરો, ખેલંદાઓ અટવાઈ ગયા હતા.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારથી વિદેશી રોકાણકારો ભારતીય ડેટ અને ઇક્વિટી માર્કેટમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.આના કારણે ભારતીય ચલણ દબાણમાં આવી ગયું છે અને ગયા સપ્તાહે રૂપિયો પ્રતિ ડોલર ૮૪.૫૦ના સર્વકાલીન નીચા સ્તરે આવી ગયો છે. આનો સામનો કરવા માટે, રિઝર્વ બેંક પાસે ૬૫૮ બિલિયન (નવેમ્બર ૧૫) ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત છે રિઝર્વ બેંકના હસ્તક્ષેપને કારણે રૂપિયાના ઘટાડાને પણ કાબુમાં લેવામાં આવ્યો હતો. ટ્રમ્પે પોતાની યોજનામાં ચીન, મેક્સિકો અને કેનેડા પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ભારત ટેરિફ લાદવાની ટ્રમ્‌પની યોજનામાંથી બહાર છે. છેલ્લી વખત ૪-૬ ડિસેમ્બરે યોજાનારી નાણાકીય નીતિની બેઠકની અધ્યક્ષતા કરશે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી,ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી,માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૫૮ કરોડની ખરીદી,તેમજ ૨૮ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૮,૭૦૬.૫૨ કરોડની ખરીદી  કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી તેમજ ૨૮ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૧,૫૯૦.૫૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો,શેરબજાર રેટ કટનું નબળુ વલણ,અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક ડિસેમ્બરમાં ૪થી ૬ દરમિયાનમળી રહી છે.

    વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે.યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી વૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે.

    ભારતના વિત્ત મંત્રાલયે ઓક્ટોબર મહિનાની તેની માસિક સમીક્ષામાં ભારતના આર્થિક વિકાસ અંગે સાવચેતીનો સૂર ઉચાર્યો છે.અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે. ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે. ફાસ્ટ મુવિંગ કન્યુમર ગુડ્‌ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્‌ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)ગોદરેજ પ્રોપર્ટી (૨૭૮૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૭૦૭ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૮૦૮ થી રૂા.૨૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર) HDFC  બેન્ક (૧૮૦૪) : આ સ્ટોક રૂા.૧૭૭૦ નો પ્રથમ અને રૂા.૧૭૪૭ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૮૩૮ થી રૂા.૧૮૫૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩) JSW સ્ટીલ (૯૭૨) : ૬૭૫ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૯૫૫  નો પ્રથમ તેમજ રૂા.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! આર્યન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૯૯૩ થી રૂા.૧૦૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)અદાણી એન્ટરપ્રાઇઝ (૨૪૭૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૫૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૫૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૪૩૦ થી રૂા.૨૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૫૭૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)ઇન્ફોસીસ લિમિટેડ (૧૮૬૯) : રૂા.૧૮૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૮૩૮ થી રૂા.૧૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)સિપ્લા લિમિટેડ (૧૫૪૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૫૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૮૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૫૧૮ થી રૂા.૧૫૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!રૂા.૧૬૦૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)કવેસ કોર્પ (૬૮૪) : A/T+1 ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૬૫૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૭૦૭ થી રૂા.૭૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)ચેન્નાઇ પેટ્રો (૬૨૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૬૦૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૫૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૬૪૪ થી રૂા.૬૫૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)ઓઇલ ઇન્ડિયા (૪૮૦) : રૂા.૪૬૪ નો પ્રથમ તેમજ રૂા.૪૫૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૫૦૮ થી રૂા.૨૫૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ચંબલ ફર્ટિલાઇઝર્સ (૪૮૭) : ફર્ટિલાઇઝર્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૫૦૮ થી રૂા.૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)કોલ ઇન્ડિયા (૪૦૦) : રૂા.૩૮૭નો પ્રથમ તેમજ રૂા.૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી કોલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૪૨૭ થી રૂા.૪૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)મોઇલ લિમિટેડ (૩૦૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૨૯૭ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૩૨૩ થી રૂા.૩૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)ડી બી કોર્પ (૨૯૮) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૨૮૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૩૧૭ થી રૂા.૩૩૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)ભારત પેટ્રોલિયમ (૨૮૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેકટરનો આ સ્ટોક રૂા.૨૬૪ આસપાસ રોકાણકારે રૂા.૨૯૭ થી રૂા.૩૦૭ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૨૫૫ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) BCPL રેલવે (૮૪) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૩ થી રૂા.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૪ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)કેમ્બ્રિજ ટેકનોલોજી (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૮ થી રૂા.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩) SBFCફાઇનાન્સ (૮૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૪ નો પ્રથમ તેમજ રૂા.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેંકિગ ફાઇનાન્સિયલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૮ થી રૂા.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) IDFC ફર્સ્ટ બેન્ક (૬૦) : રૂા.૫૫ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૭ થી રૂા.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    નવેમ્બર માસમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત જોવા મળી…!!

    વર્તમાન નવેમ્બર મહિનામાં દેશમાં આર્થિક પ્રવૃત્તિ ખાસ કરીને સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત જોવા મળી રહી છે. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી પરનવેમ્બરના તૈયાર કરાયેલા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ ૫૯.૫૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૫૯.૧૦ રહ્યો હતો. નવેમ્બર મહિનાની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીનો આ સંયુકત ઈન્ડેકસ અંદાજ આપે છે.નવા વેપાર તથા નિકાસમાં વધારાને પરિણામે સંયુકત ઈન્ડેકસ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

    જો કે કામગીરીમાં સુધારાની સાથોસાથ ખર્ચમાં પણ વધારો થયો છે જેને કારણે કંપનીઓએ પોતાની સેવા તથા માલસામાનની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. વેચાણ કિંમતમાં ફેબ્રુઆરી,૨૦૧૩ બાદ સૌથી વધુ વધારો જોવાયો છે. ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રમાં રોજગાર નિર્માણની માત્રા અત્યારસુધીની સૌથી ઊંચી જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.પ્રારંભિક અંદાજ પ્રમાણે નવેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) ૬૦.૨૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૬૦.૪૦ રહ્યો હતો.

    બીજી બાજુ સેવા ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૯.૨૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૫૮.૫૦ રહ્યો હતો. સ્થાનિક સ્થળે તથા નિકાસ બજારમાં ઊંચી માગને પરિણામે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં ઓર્ડરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. કામનો બોજ વધી જતા કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં જોરદાર કર્યો છે. ડિસેમ્બર,૨૦૦૫ જ્યારથી પીએમઆઈ તૈયાર કરવાનું શરૂ થયું છે ત્યારથી વર્તમાન નવેમ્બરમાં કર્મચારીઓની ભરતીનો દર સૌથી ઊંચો રહ્યો છે.

    ફોરેક્સ રિઝર્વ ૧૭.૮ અબજ ડોલર ઘટીને ૬૫૭.૮૯ અબજ ડોલરના સ્તરે…!!

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશના ફોરેક્સ રિઝર્વમાં ૧૫ નવેમ્બરના સપ્તાહે સતત સાતમા અઠવાડિયાએ ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટિંગ સપ્તાહે કુલ અનામત ૧૭.૮ અબજ ડોલર ઘટીને ૬૫૭.૮૯ અબજ ડોલરના સ્તરે ૪ મહિનાના તળિયે પહોંચ્યું છે.

    ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની એકતરફી વેચવાલી અને સામે પક્ષે રૂપિયામાં ડોલર સહિતની કરન્સી સામેનો ઘસારો ભારતના વિદેશી હૂંડિયામણ અનામતને મોટો ફટકો પાડી રહ્યો છે. મસમોટા આઉટફ્લોના કારણે ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં તાજેતરના સપ્તાહમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

    અમેરિકાની ચૂંટણી પરિણામોને પગલે ડોલર મજબૂત થયો અને મધ્યસ્થ બેંકે ભારતીય ચલણ રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વનો ઉપયોગ કરી ડોલર વેચતા ૧૯૯૮થી રેકોર્ડ પર લેવાઈ રહેલા વિદેશી હૂંડિયામણ અનામતમાં સૌથી તીવ્ર ઘટાડો થયો છે.

    ફોરેક્સ માર્કેટમાં સેન્ટ્રલ બેંકના હસ્તક્ષેપ તેમજ રિઝર્વમાં રાખવામાં આવેલી ફોરેન કરન્સીના સુધારા અથવા અવમૂલ્યનને કારણે એફસીએમાં ફેરફાર થાય છે. બેંકિંગ સેક્ટરના અધિકારીના અંદાજ અનુસાર રિપોર્ટિંગ સપ્તાહ માટે ભારતીય રૂપિયા અને અન્ય કરન્સીના સુધારા-વધારાના કારણે રીવેલ્યુએશન નુકસાન ૧૦.૪ અબજ ડોલર હોવાનો અંદાજ છે,જ્યારે આરબીઆઈએ ૧૫ નવેમ્બરના સપ્તાહમાં  ૭.૨ અબજ ડોલરની યુએસ ડોલર કરન્સીનું નેટ વેચાણ કર્યું હશે. તાજેતરના ઘટાડા છતાં ભારતનું ફોરેક્સ રિઝર્વ તમામ બાહ્ય પર્યાપ્તતાની આવશ્યકતાઓની દ્રષ્ટિએ મજબૂત છે અને આયાત કવર ૧૧-મહિનાથી વધુ પર આરામથી પુરૂં કરી શકાય છે.

    ગત છ સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં લગભગ ૩૦ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને સપ્ટેમ્બરના અંતમાં જોવા મળેલા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર ૭૦૪.૮૯ અબજ ડોલરેથી ૪૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે.ડોલર સામે રુપિયો ગયા અઠવાડિયે ૮૪.૪૧૨૫ના નવા ઐતિહાસિક નીચા સ્તરે ગગડયો હતો. શુક્રવારના સેશનમાં ભારતીય ચલણ ડોલરની સામે ૮૪.૪૪૫૦ પર સ્થાયી થયું હતું,જે સત્રની શરૂઆતમાં ૮૪.૫૦૭૫ ની સર્વકાલીન નીચલી સપાટીએ પહોંચ્યું હતું.ભારતીય ઇક્વિટીમાંથી સતત આઉટફ્લોએ પણ રૂપિયા પર દબાણ સર્જ્યું છે. ૨૨મી નવેમ્બરના સેશનમાં ૧૨૭૮ કરોડના વેચાણ સાથે સતત ૩૮મા સેશનમાં વિદેશી રોકાણકારોની વેચવાલી યથાવત જોવા મળી છે.

    ભૂ-રાજકીય તણાવોની ભારતીય અર્થતંત્ર ઉપર ગંભીર અસર…!!

    ભારતના વિત્ત મંત્રાલયે ઓક્ટોબર મહિનાની તેની માસિક સમીક્ષામાં ભારતના આર્થિક વિકાસ અંગે સાવચેતીનો સૂર ઉચાર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે,પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે,જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે,અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે. ઓક્ટોબરથી તેમાં સ્થિર રુપે પ્રગતિ થઈ રહી છે. ફાસ્ટ મુવિંગ કન્યુમર ગુડ્‌ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે.આમ છતાં અહેવાલ વધુમાં જણાવે છે કે, મુદ્રા સ્ફિતિ (ફુગાવો) ચિંતાજનક રહ્યો છે. વિશેષતઃ ભારે વરસાદને લીધે તેમાંએ પછીથી થયેલા ભારે વરસાદને લીધે ખાદ્ય પદાર્થોની ચેઈન તૂટી ગઈ છે. ટમેટાં,બટેટાં,કાંદા (ડુંગળી)ના પણ ભાવ વધ્યા છે. બીજી તરફ તેલના ભાવ વૈશ્વિક સ્તરે પણ ઉંચા ગયા છે. તેથી આપણા અર્થતંત્ર ઉપર પણ દબાણ આવી રહ્યું છે. જોકે આગામી મહિનાઓમાં ખાદ્ય-પદાર્થોના ભાવ ઘટવાની આશા રાખવામાં આવે છે તેમ પણ વિત્ત મંત્રાલયનો રીપોર્ટ જણાવે છે. તે માટે તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં થયેલા સારા વરસાદને લીધે ખરીફ તો સારો ઉતર્યો જ છે પરંતુ રવિ પાક (શિયાળુ પાક) પણ સારો ઉતરવાની આશા છે.અહેવાલ વધુમાં કહે છે કે આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરુર છે.

    રેટિંગ એજન્સી SP ગ્લોબલ દ્વારા ભારતના GDPવૃદ્ધિ અનુમાનમાં ઘટાડો…!!

    વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજ દરોને કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે.યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા,રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬)માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં GDPવૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮માં જીડીપી વૃદ્ધિ દર ૫% રહેવાની અપેક્ષા છે.

    એસએન્ડપીએ ૨૦૨૪માં ચીન માટે ૪.૮% ની વૃદ્ધિનું અનુમાન જાળવી રાખ્યું હતું,પરંતુ આગામી વર્ષ માટે તેના અનુમાનને અગાઉના ૪.૩% થી ઘટાડીને ૪.૧% કર્યો હતો. ૨૦૨૬ માટે ૪.૫% નો અગાઉનો અંદાજ ઘટાડીને ૩.૮% કરવામાં આવ્યો હતો. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અર્થશાસ્ત્રીઓએ (એશિયા-પેસિફિક) જણાવ્યું હતું કે વધતા જોખમો ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસિફિક માટે આર્થિક દ્રષ્ટિકોણને નબળો પાડી રહ્યા છે.

    જ્યારે આ ક્ષેત્રના મોટાભાગના દેશો મજબૂત વૃદ્ધિ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.ચીનના પ્રોત્સાહનોએ વૃદ્ધિને ટેકો આપશે,પરંતુ એસએન્ડપી માને છે કે તેની નિકાસ પર યુએસ ટ્રેડ ટેરિફ દ્વારા તેની અર્થવ્યવસ્થાને અસર થશે. વૈશ્વિક માંગ અને યુએસ વેપાર નીતિ ધીમી થવાથી એશિયા-પેસિફિક વૃદ્ધિ અવરોધાશે. પરંતુ નીચા વ્યાજ દરો અને ફુગાવાએ તેમની ખર્ચ શક્તિ પરનું દબાણ ઓછું કરવું જોઈએ.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025

    USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

    August 27, 2025

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.