Rajkot,તા.03
પત્નીએ પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે પતિ સામે અદાલતમાં દાદ માંગી હતી
શહેરમાં રહેતી પરણીતા એ પોતાના પતિ સામે ખાધા ખોરાકી મેળવવા કરેલી ભરણ પોષણ ની અરજી અદાલતે મંજૂર કરી માસિક 5000 ચૂકવવા હુકમ કર્યો છે વધુ વિગત મુજબ શહેરમાં રહેતી હસીનાબેન નામની યુવતીના વર્ષ 2018 માં વસીમભાઈ પઠાણ નામના યુવાન સાથે નિકાહ થયા હતા બાદ લગ્નજીવન થોડો સમય બરોબર ચાલ્યા બાદ હસીનાબેન ને પોતાના પતિ દ્વારા ત્રાસ આપતા હોય તેથી પિયરે રહેતા હતા તેમજ પતિ દ્વારા પત્ની હસીનાબેન ની સારસંભાર ની જવાબદારી ન નિભાવતા અંતે હસીનાબેનએ પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણ પોષણની દાદ માંગતી અરજી કરી હતી જે અરજીમાં કામે સામેવાળા પતિ વસીમભાઈ પઠાણને નોટિસ બજતા હાજર રહી વાંધા રજૂ કર્યા હતા બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ અરજદારના એડવોકેટ પરેશભાઈ મૃગ દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ અદાલતે હસીનાબેનની અરજી મંજૂર કરી માસિક 5000 ભરણપોષણ અરજીની દાખલ થયાની તારીખથી નિયમિત રીતે ચૂકવી આપવા હુકમ કર્યો છે.