Rajkot,તા.04
જાગો હિન્દુ જાગો,”બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં તથા હિન્દુઓના રક્ષણની માગ સાથે રાજકોટમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ૫-૧૨-૨૦૨૪ ને ગુરુવારે બપોરે ૪ વાગે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છેહિન્દુ અસ્મિતા મંચ રાજકોટ ના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ૫-૧૨-૨૦૨૪ ગુરુવારે સાંજે ૪:૦૦ વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે. ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ રેલીમાં સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ ના શાંતુભાઈ રૂપારેલીયા, મંગેશભાઈ દેસાઈ, ડેનિશભાઈ આડેસરા, જીમીભાઈ દક્ષિણી, જીવણભાઈ પટેલ, રમેશભાઈ શિંગાળા, તેજાભાઈ હાથી શ્રીપ્રકાશભાઈ બુચ
રાજુભાઈ સોઢા એ સાધુ સંતો,રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, જુદા જુદા એસોસિએશન , કર્મચારી મંડળો, ડોક્ટર એસોસિએશન, સહકારી આગેવાનો, બિલ્ડરો, યુવાનો, ભાઈઓ તથા બહેનોરાજકોટની જનતાને મોટી સંખ્યામાં આ મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે