રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૪૫ સામે ૮૧૦૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૫૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૫૪૭ સામે ૨૪૫૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૬૧ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શેરબજાર આજે સળંગ ત્રીજા દિવસે સુધારા તરફી તેજી સાથે બંધ થયું હતું.સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે ૮૧,૨૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે.વૈશ્વિક શેરબજારોના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. બીએસઈ ખાતે આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ સાથે સુધારા તરફી જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં માર્કેટમાં સુધારા તરફી વલણના પગલે રોકાણકારોની મૂડી ૬.૧૨ લાખ કરોડ વધી છે. હેલ્થકેર, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.ચાઈનામાં આગામી સપ્તાહમાં સ્ટીમ્યુલસ પર ચર્ચા થવાના અહેવાલે અને સ્ટીલ પર એન્ટિ-ડમ્પિંગ ડયુટી વધારવાની ચર્ચા વચ્ચે સ્ટીલ, મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.ડિફેન્સ કંપનીઓના શેર્સ સવારના ટ્રેડિંગ સેશનમાં ૫%સુધી ઉછળ્યા હતા.ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ સેક્ટરને વેગ આપતાં રૂ.૨૧૭૭૨ કરોડના પાંચ એક્વિઝિશનને મંજૂરી આપતાં શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૫૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૬૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૩૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની આજે મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. જીડીપી વૃદ્વિના નબળા આંકડા સામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તૂટતો રહી નવા તળીયે આવી જતાં ફુગાવો ઝડપી વધવાનું જોખમ હોવાથી આવતીકાલથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિમાં અમુક વર્ગની ધારણા જૈસે થે પોલીસી રહેવાની અને વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો નહીં થવાના અંદાજો છતાં આજે ફોરેન ફંડોના સપોર્ટે શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. નાણા પ્રધાન નિર્મલા સીતારામને બેંકિંગ લોઝ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરતાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પસંદગીની મોટી ખરીદી કરી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એસબીઆઈ કાર્ડ્સ,બાટા ઇન્ડિયા, ભારત ફોર્જ,જીન્દાલ સ્ટીલ,રામકો સિમેન્ટ્સ,આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,ટીવીએસ મોટર્સ,એસીસી,ઈન્ફોસીસ,સન ફાર્મા,હવેલ્લ્સ,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,વોલ્ટાસ,ઓરબિંદો ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૪ અને વધનારની સંખ્યા ૨૩૮૧ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો છે, જેના પગલે રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ દરમાં ઘટાડો થવાની અપેક્ષા ઓછી છે તેમ એક સર્વેમાં અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દર અને ફુગાવાના અંદાજમાં સુધારો થઈ શકે છે. આરબીઆઈએ વિકાસ દર ૭.૨% રહેવાનો અંદાજ મૂક્યો હતો, જે તે ઘટાડી શકે છે અને ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધી શકે છે.ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં દરો યથાવત રહી શકે છે પરંતુ લિક્વિડિટી મેનેજમેન્ટ એ મહત્વનું પાસું હોઈ શકે છે.નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોની જરૂરિયાત ઘટાડી શકાય છે. વૃદ્ધિ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને,રિઝર્વ બેન્ક લિક્વિડિટી વધારવા માટે કેશ રિઝર્વ રેશિયોમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. આ સાથે, રેટ કટ પહેલા બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધારીને, બેંકો રેટ કટના ફાયદાઓને વધુ સારી રીતે પસાર કરી શકશે. આમ ડિસેમ્બરમાં રેટ કટની કોઈ શક્યતા નથી પરંતુ લિક્વિડિટી વધારવા માટે કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે. તેની સાથે વૃદ્ધિ દર અને ફુગાવાના અંદાજમાં પણ સુધારો થઈ શકે છે.
શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે,અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું.
તા.૦૫.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૪.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૪૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ,૨૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૪.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૩૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૨૦૨ પોઈન્ટ પ્રથમ અને ૫૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૫૭૦ પોઈન્ટ થી ૫૩૬૩૬ પોઈન્ટ,૫૩૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- લ્યુપીન લીમીટેડ ( ૨૧૧૦ ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૫૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૮ થી રૂ.૨૧૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચડીએફસી બેન્ક ( ૧૮૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારતી ઐરટેલ ( ૧૫૯૧ ):- રૂ.૧૫૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૪૪ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- મહાનગર ગેસ ( ૧૨૬૨ ) :- એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર પ્રોડકસ ( ૯૬૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટી એન્ડ કોફી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૭૮ થી રૂ.૯૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૪ થી રૂ.૧૮૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૮૦૨ ):- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૬૭ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૫૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૪૫૪ ) :- રૂ.૧૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.