લગ્નની લાલચ આપી પૂર્વ મંગેતર પર જીત પાબારીએ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધયો હતો
Rajkot,તા.05
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી 29 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની પૂર્વ મંગેતરે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલી ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા હતા. જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો જેથી જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા.બાદ અંગત પળોના ફોટા અને વિડિયો બનાવી તે વાયરલ કરવા બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજારી અને લગ્ન કરવાનો ઇનકાર કર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું હતું. ફરીયાદ નોંધ્યા બાદ પોલીસ ધરપકડની દેહશતથી જીત રસીકભાઈ પાબારીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરિ હતી બંને પક્ષોની રજૂઆત બાદ મૂળ ફરિયાદી ના વકીલ દ્વારા વાંધા રજુ કરવામાં આવેલા જ્યારે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપી પહેલેથી જ પોલીસ ઈન્વેસ્ટીગેશનમાં હસ્તક્ષેપ કરે છે. આરોપીએ અગાઉથી કાવતરું રચી અને સૌપ્રથમ ફરીયાદી સાથે સગાઈ કરી બાદ બળજબરીપુર્વક બળાત્કાર કરેલ અને બાદ તેઓએ અન્ય વ્યકિત સાથે લગ્ન કરી લીધેલ છે તેમજ ખુબજ લાગવગવાળા વ્યકિત છે. જેથી તેના જામીન રદ કરવા જોઈએ તેમજ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા તે ધ્યાને લઈ સેશન્સ અદાલતે જીત રસીકભાઈ પાબારીના આગોતરા જામીન રદ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો.
આ કામમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર, જય અકબરી, યશ ખેર તથા સરકાર પક્ષે પરાગભાઈ શાહ એડવોકેટ તરીકે રોકાયેલ હતા.