વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનીત મહાયુતિને બહુમતી મળવા છતાં પોતાના મુખ્યમંત્રી પસંદ કરવામાં લગભગ ૧૨ દિવસનો સમય લાગી ગયો. આખરે મહારાષ્ટ્રને સાધવામાં ભાજપ સફળ રહી છે, ભાજપના ખાતામાં સીએમ પદ આવ્યું અને હવે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી રહેશે. તેમણે મહાયુતિને પોતાના ધારાસભ્ય દળના નેતા ચૂંટ્યા છે. મહાયુતિમાં સહયોગી અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની રાજકીય જીદ અડચણ બની હતી. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીથી લઈને ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી સુધી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણું પાણી વહી ચૂક્યું છે. ગત ચૂંટણીમાં પણ ભાજપ અને શિવસેનાને બહુમતી મળી હતી, પરંતુ મુખ્યમંત્રીના સવાલ પર ઉદ્ઘવ ઠાકરેની જીદને કારણે ભાજપ સરકાર નહોતી બનાવી શકી, એ સમયે ઉદ્ઘવ ઠાકરેએ શરદ પવારની પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી અને ખુદ સીએમ બન્યા હતા. આ સરકાર લગભગ અઢી વર્ષ ચાલી, ત્યારબાદ એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો, શિવસેના બેફાડ થઈ ગઈ, તેનાથી ઉદ્ઘવની સરકાર અલ્પમતમાં આવી ગઈ, તેમણે પદ છોડવું પડ્યું, મહાવિકાસ અઘાડીની સરકાર ચાલી ગઈ, શિંદેની શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. ભાજપના સમર્થનથી શિંદે મહારાષ્ટ્રના સીએમ બન્યા. ભાજપ અને શિંદેની શિવસેનાના ગઠબંધનમાં પાછળથી સિંચાઇ કૌભાંના આરોપોનો સામનો કરી રહેલા એનસીપી નેતા અજિત પવાર બળવો કરીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સામેલ થઈ ગયા. આ વખતે ચૂંટણી મેદાનમાં ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ મેદાનમાં ઉતરી, તેનો મુકાબલો ઉદ્ઘવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ અઘાડી (એમવીએ) સાથે હતો. આ ચૂંટણીમાં માનવામાં આવતું હતું કે એમવીએનું પલડું ભારે છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં એમવીએએ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ શાનદાર જીત મેળવી. ૨૮૮ સીટોવાળી વિધાનસભાચૂંટણીમાં મહાયુતિને ૨૩૦ સીટો મળી છે, ભાજપને ૧૩૨ સીટો પર વિજય મળ્યો. શિંદેની શિવસેના અને અજિતની એનસીપીને પણ મહાયુતિમાં ભારે ફાયદો થયો. થોડા વર્ષ પહેલાં લાગતું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને એકીકૃત એનસીપી વચ્ચે જ ચૂંટણી જંગ થશે, પરંતુ હવે પ્રદેશ રાજકીય રૂપે વધુ વિભાજિત થઈ ગયો છે. હવે નવી સરકારના વડા રૂપે દેવેન્દ્ર ફડણવીસ સામે મહાયુતિના વાયદાને પૂરો કરવાનો ભારે પડકાર રહેશે. તેમણે એકનાથ શિંદે અને અજિત પવાર જેવા ચતુર નેતાઓને સાધવા પણ પડશે. શિંદેની મહત્ત્વાકાં-ાાને કારણે જ ભાજપનીત મહાયુતિને સરકારની રચનામાં આટલો સમય લાગ્યો. એમ તો ભાજપ આ સમયે ઘણી મજબૂત છે, રાજકીય દબાણ શિંદે અને અજિત પવાર પર વધારે હશે. મુંબઈ આર્થિક રાજધાની પણ છે અને મહારાષ્ટ્રમાં જળસંકટ મોટી સમસ્યા છે, મરાઠા અનામતનો મુદ્દો છે, સિંચાઇ કૌભાંડ જેવા કેસો પણ છે, એવામાં ભાજપ નીત મહાયુતિ નવી સરકાર સામે મહારાષ્ટ્રને વિકાસના આગલા ચરણમાં લઈ જવું આસાન નહીં હોય. ભાજપની કોશિશ પ્રદેશની તાકાત બનવાની અને જનાધાર વધારવાની પણ છે, જેમાં પોતાના સહયોગીઓ સાથે તાલમેલ બેસાડીને ચાલવું કાંટાના તાજ જેવું છે.
Trending
- America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
- Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે
- વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા
- Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી
- Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ
- આજે South Gujarat નાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ,24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ
- Vadodara કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ
- Vadodara નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ