રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૬૫ સામે ૮૧૮૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૦૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૦૯ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૬૪ સામે ૨૪૭૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૮૩ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે શેરબજાર મંદી સાથે બંધ થયું હતું.ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીઓના નબળા પરિણામો તથા અપેક્ષા કરતા નોંધપાત્ર નીચા આર્થિક વિકાસ દર છતાં ગુરુવાર સુધી સતત પાંચમાં સત્રમાં દેશના શેરબજારમાં રેલી જળવાઈ રહી હતી. છેલ્લા પાંચમાંથી ત્રણ સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. વિદેશી ફન્ડોએ વધુ રૃપિયા ૮૫૩૯ કરોડની ઈક્વિટીની નેટ ખરીદી કરી હતી. ઓકટોબર તથા નવેમ્બરમાં સતત વેચવાલ રહ્યા બાદ એફઆઈઆઈ વર્ષના અંતિમ મહિનામાં સક્રિય બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય શેરબજારના ઐતિહાસિક ડેટા જોઈએ તો ડિસેમ્બર મહિનો બજાર માટે મોટાભાગે તેજીનો મહિનો જ રહ્યો છે.
સેન્સેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૭૦૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૭૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.
આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦% પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં ૪:૨ ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર ૬.૫૦% પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો.જેનાથી એવું કહેવાય છે કે હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે. મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ (૦.૫૦%)નો ઘટાડો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયો ઘટાડી ૪% કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. ૧.૦૬ લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટને આપ્યો છે.જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે.મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,એસબીઆઈ લાઈફ,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૦ અને વધનારની સંખ્યા ૨૩૯૯ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦% પર યથાવત્ હતો.આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૭.૨% થી ઘટાડી ૬.૬% કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ ૪.૫% થી ઘટાટડી ૪.૮% રહેવાનો અંદાજ આપ્યો છે.ડિસેમ્બર,૨૦૨૪ માં સીપીઆઈ ફુગાવો ૫% ના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી,૨૦૨૫ માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે.માર્કેટ બાઉન્સ બેક થયું છે.હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે.
તા.૦૯.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૬.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ,૨૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૬.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૭૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૪૭૫ પોઈન્ટ પ્રથમ અને ૫૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૮૦૮ પોઈન્ટ થી ૫૪૦૦૮ પોઈન્ટ,૫૪૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લીમીટેડ ( ૨૨૭૧ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૯૪ થી રૂ.૨૩૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૨૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૪૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૩૫ ):- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૮ થી રૂ.૧૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ભારત ફોર્જ ( ૧૩૫૭ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેંક ( ૯૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૮૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૮૧૨ ):- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કોમ્યુનિકેશન ( ૧૭૯૭ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૩૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૫૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૩૬ ) :- રૂ.૧૫૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.