રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સપ્તાહ દરમિયાન શેરબજાર સળંગ પાંચ દિવસ સુધારા તરફી તેજી જોવા મળી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦% પર યથાવત હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં ૪ઃ૨ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર ૬.૫૦% પર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.
રેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)નું બેક ટુ ઈન્ડિયા શેરોમાં મોટાપાયે ખરીદી ચાલુ થયા બાદ સતત ચાર દિવસે શેરોમાં ખરીદદાર બન્યા હતા. ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ તેજીમાં આવ્યા હતા. અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દર માટે આઉટલૂક આપે એ પૂર્વે આઈટી શેરોમાં તેજી રહેતાં સ્થાનિક બજારમાં પણ ફંડોએ આઈટી શેરોમાં તેજી કરી હતી.
સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીઓના નબળા પરિણામો તથા અપેક્ષા કરતા નોંધપાત્ર નીચા આર્થિક વિકાસ દર છતાં સતત પાંચમાં સત્રમાં દેશના શેરબજારમાં રેલી જળવાઈ રહી હતી.બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સાત સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.ઓકટોબર તથા નવેમ્બરમાં સતત વેચવાલ રહ્યા બાદ એફઆઈઆઈ વર્ષના અંતિમ મહિનામાં સક્રિય બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય શેરબજારના ઐતિહાસિક ડેટા જોઈએ તો ડિસેમ્બર મહિનો બજાર માટે મોટાભાગે તેજીનો મહિનો જ રહ્યો છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઉત્પાદન ક્ષેત્ર બાદ હવે દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ નવેમ્બરમાં સાધારણ મંદ રહી હોવાનું એક ખાનગી સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના સેવા ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં ૫૮.૫૦ હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી ૫૮.૪૦ રહ્યો છે. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.જો કે સેવા માટેની માગમાં સાતત્યતાને પરિણામે બિઝનેસ સેન્ટિમેન્ટ ઊંચુ રહ્યું છે. નવેમ્બરમાં સતત ૪૦માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે.સર્વમાં ભાગ લેનારાઓએ માગમાં મજબૂતાઈ અને નવા વેપાર સંદર્ભમાં આશાવાદ વ્યકત કર્યો હતો. સેવાઓ માટે વિદેશમાંથી માગ ઊંચી રહેતા નિકાસ ઓર્ડર વધી નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હતા. ભારતની સેવા ક્ષેત્રની નિકાસ મોટેભાગે યુરોપ, એશિયા, અમેરિકા ખાતે વધુ થાય છે.ઊંચા ફુગાવાને કારણે કાચા માલ તથા સેવા પૂરી પાડવાની કિંમતો અનુક્રમે ૧૫ મહિના તથા અંદાજે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા છે. અગાઉ સોમવારે જાહેર થયેલા નવેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૬.૫૦ આવ્યો હતો જે ઓકટોબરમાં ૫૭.૫૦ હતો.
છેલ્લા એક મહિનામાં ભારતીય શેરબજારમાં વ્યાપક કરેકશન છતાં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)થી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. દસ વર્ષની ૯૪% ની સરેરાશ સામે જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ હાલમાં ૧૪૮% જેટલું જોવા મળી રહ્યું છે,જે અત્યારસુધીના રેશિઓમાં ત્રીજો સૌથી મોટો રેશિઓ છે. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના અંતમાં જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ ૧૫૪% સાથે અત્યારસુધીનું ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી,માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧, ૦૭,૨૫૪.૫૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪,૪૮૩.૮૬ કરોડની ખરીદી તેમજ ૦૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૩૩.૪૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૫,૯૭૪.૧૨ કરોડની વેચવાલી, તેમજ ૦૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૩,૭૬૩.૯૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું. કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)લાર્સન એન્ડ ટુબ્રો (૩૮૮૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૩૭૮૭ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા.૩૯૦૮ થી રૂા.૩૯૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર)બાલક્રૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ (૨૮૨૪) : આ સ્ટોક રૂા.૨૭૭૦ નો પ્રથમ અને રૂા.૨૭૩૦ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૨૮૭૪ થી રૂા.૨૮૮૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩)એસીસી લિમિટેડ (૨૨૭૧) : ૩૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૨૨૩૦ નો પ્રથમ તેમજ રૂા.૨૨૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૨૨૯૪ થી રૂા.૨૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)લુપિન લિમિટેડ (૨૧૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૧૭૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૧૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૧૦૩ થી રૂા.૨૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૨૦૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)ઓબેરોય રિયલ્ટી (૨૧૪૨) : રૂા.૨૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૨૨૦૩ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૧૦૮ થી રૂા.૨૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)ઇન્ફોસીસ (૧૯૨૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૯૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૮૯૮ થી રૂા.૧૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૭૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)પી એન ગાડગલી જવેલર્સ (૭૨૦) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૬૮૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૭૪૭ થી રૂા.૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)નિપ્પોન લાઇફ ઈન્ડિયા (૬૯૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૬૮૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૬૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૭૩૩ થી રૂા.૭૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)સુમિટોમો કેમિકલ (૫૪૬) : રૂા.૫૨૫ નો પ્રથમ તેમજ રૂા.૫૦૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૫૭૫ થી રૂા.૫૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ (૫૦૦) : ડાઇવર્સિફાઇડ કોમર્શિયલ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૫૩૪ થી રૂા.૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૪૮૮નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (૪૦૦) : રૂા.૩૭૩ નો પ્રથમ તેમજ રૂા.૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી અધર ટેલિકોમ સર્વિસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૪૩૪ થી રૂા.૪૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૬૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૩૪૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૩૭૮ થી રૂા.૩૯૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)ડીબી કોર્પ (૩૧૩) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૨૯૬ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૩૩૪ થી રૂા.૩૪૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)રાઇટ્સ લિમિટેડ (૨૮૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા.૨૭૩ આસપાસ રોકાણકારે રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૨૬૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)એનએચપીસી લિમિટેડ (૮૦) : પાવનર જનરેશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૮૮ થી રૂા.૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)આઇએફસીઆઇ (૬૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુશન સેકટરના આ સ્ટોકને રૂા.૫૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૬૭ થી રૂા.૭૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)વાસ્કોન એન્જીનિયર્સ (૫૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૪૩ નો પ્રથમ તેમજ રૂા.૩૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૫૮ થી રૂા.૬૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)યુકો બેન્ક (૪૭) : રૂા.૪૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૫૩ થી રૂા.૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
નવેમ્બર માસમાં IPOનું બજાર એકદમ સુસ્ત રહ્યું…!!
ભારતીય શેરબજાર માટે નવેમ્બરનો મહિનો અવિસ્મરણીય રહ્યો છે. વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલી અને અદાણી સહિતના અનેક મોટા પ્રકરણને કારણે સદંતર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન માટે સેકન્ડર માર્કેટ જ નહિ પરંતુ પ્રાઈમરી માર્કેટ એટલે કે આઈપીઓ બજારમાં પણ દબાણ જોવા મળ્યું હતુ. આઈપીઓનું બજાર ગત મહિને નવેમ્બરમાં એકદમ સુસ્ત રહ્યું હતું. મેઇનબોર્ડ અને એસએમઈ આઈપીઓ બંને સેગમેન્ટમાં સરેરાશ સબ્સ્ક્રિપ્શન લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, નવેમ્બરમાં મેઇનબોર્ડ આઇપીઓ માટે સરેરાશ સબસ્ક્રિપ્શન લેવલ ૧.૯ ગણું જ રહ્યું હતું, જે ઓક્ટોબરમાં ૧૬ ગણું અને સપ્ટેમ્બરમાં ૭૬ ગણું હતું.
જોકે,તેમાં એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ આઈપીઓનો ડેટા સામેલ નથી, જે લગભગ ૯૦ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય ચિંતાઓને કારણે ગત મહિને બંને સેકન્ડરી અને પ્રાઈમરી બજારમાં ઘણી અસ્થિરતા જોવા મળી હતી. આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલીએ નકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. આ સિવાય અમુક મોટા અને ગ્રે માર્કેટમાં ચર્ચાઈ રહેલા આઈપીઓના અપેક્ષા કરતા નીચા લિસ્ટિંગે બજારનું સેન્ટિમેન્ટ નબળું પાડયું હતું.
સ્વિગીના આઈપીઓને ગત મહિને મેઇનબોર્ડમાં સૌથી વધુ બિડ મળી હતી,જે એકંદરે ૩ ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થઈ હતી. એન્વિરો સિવાય નવેમ્બરમાં લોન્ચ થયેલા તમામ આઈપીઓને ૩.૬ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતુ. નવેમ્બરમાં કુલ ૭ કંપનીઓના મેઇનબોર્ડ આઇપીઓ આવ્યા હતા,જેમાં સ્વિગીનો રૂ.૧૧,૩૨૭ કરોડનો અને એનટીપીસી ગ્રીન એનજીર્નો રૂ.૧૦,૦૦૦ કરોડના મોટા આઈપીઓ શામેલ છે. આ બંને મોટા આઈપીઓને કારણે પણ સબસ્ક્રિપ્શન ડેટા નીચો રહ્યો છે. માત્ર મેઈનબોર્ડ માટે જ નહીં પરંતુ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આઈપીઓ માટે પણ આવી જ સ્થિતિ હતી.
ગત મહિને એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ માટે સરેરાશ સબસ્ક્રિપ્શન ૧૧૨ ગણું હતું,જે સપ્ટેમ્બરમાં ૨૪૨ ગણું હતું. સૌથી વધુ સબસ્ક્રિપ્શન રાજપુતાના બાયો ડીઝલના આઈપીઓને પ્રાપ્ત થયું હતું જે ૭૧૮ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ પછી,સૌથી વધુ બિડ ઓનિક્સ બાયોટેકના આઈપીઓને ૧૯૮ ગણું સબસક્રિપ્શન મળ્યું હતુ. એસએમઈ આઈપીઓના સબ્સ્ક્રિપ્શન માટે ઓછો પ્રતિસાદ નિયમનકારી કડકતા અને આ સેગમેન્ટ પર વધેલી દેખરેખને કારણે પણ છે.
શેરબજારમાં વ્યાપક કરેકશન છતાં દેશના GDPથી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ…!!
છેલ્લા એક મહિનામાં ભારતીય શેરબજારમાં વ્યાપક કરેકશન છતાં દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટથી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. દસ વર્ષની ૯૪% ની સરેરાશ સામે જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ હાલમાં ૧૪૮% જેટલું જોવા મળી રહ્યું છે, જે અત્યાર સુધીના રેશિઓમાં ત્રીજો સૌથી મોટો રેશિઓ છે.વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના અંતમાં જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ ૧૫૪ % સાથે અત્યાર સુધીનું ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું. ડીસેમ્બર ૨૦૦૭ તથા વર્તમાન વર્ષના સપ્ટેમ્બર બાદ હાલનું પ્રમાણ ત્રીજું મોટું છે એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૪૭૪.૪૦ ટ્રિલિયન જેટલી ઊંચી જોવા મળી હતી જ્યારે દેશનો જીડીપી આંક સપ્ટેમ્બરના અંતે રૂપિયા ૩૦૭.૯૦ ટ્રિલિયન રહ્યો હતો.મોટા અર્થતંત્રોમાં જીડીપીથી માર્કેટ કેપનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. ભારતીય બજારોમા ઈક્વિટીસના ઊંચા મૂલ્યાંકનોને પરિણામે માર્કેટ કેપ સતત ઊંચી જોવા મળી રહી છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. બીએસઈમાં લિસ્ટેડ શેરોનું સંયુકત માર્કેટ કેપ હાલમાં રૂપિયા ૪૫૩.૫૦ ટ્રિલિયનથી વધુ જોવા મળી રહી છે. જૂન ૨૦૨૩ ત્રિમાસિકથી સતત સાત ત્રિમાસિકમાં દેશની માર્કેટ કેપ જીડીપી કરતા ઝડપથી વધી છે.
બીજા અર્ધવાર્ષિક ગાળામાં ભારતનો વિકાસ દર ૬ થી ૭ %ની આસપાસ રહેવાની શક્યતા…!!
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિકમાટે જીડીપીના આંકડા ચોમાસાની અસ્પષ્ટતા તેમજ શહેરી વિસ્તારોમાં અપેક્ષિત કરતાં ધીમી વપરાશ વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ અને માઈનિંગ અને ઓટોમોબાઈલ સહિત તમામ ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી છે. શહેરી માંગ ઓછી છે પરંતુ ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, ભારતીય કોર્પોરેટ જગતને વિશ્વાસ છે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિ દર ઝડપી બનશે.
સરકાર દ્વારા મૂડી ખર્ચમાં અપેક્ષિત વૃદ્ધિ,તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો અને ગ્રામીણ બજારોમાં સ્થિર માંગ આગામી સમયમાં અપેક્ષિત છે. મહિનાઓ પછીના ક્વાર્ટર અને નાણાકીય વર્ષ ૨૦૨૫માં વધુ સારા આંકડા જોવા મળે તેવી શક્યતા છે.કેટલીક કંપનીઓના સીઈઓએ ધીમા વલણ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક રહેશે, પરંતુ તે ચીનની જેમ બે આંકડામાં વૃદ્ધિ કરી શકશે નહીં. ભારતનો વિકાસ દર ૬ થી ૭ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે અને આ વધુ ટકાઉ અને વાસ્તવિક અપેક્ષા છે. આપણે આ સ્વીકારવાની જરૂર છે અને તે મુજબ વિસ્તરણનું આયોજન કરવું જોઈએ. ઉદ્યોગોએ જીડીપી ડેટાનું વિશ્લેષણ કરવું જોઈએ. જીડીપીના આંકડા ગ્રાહક ખર્ચ અથવા પાયાના સ્તર પર નોંધપાત્ર અસર કરે તેવી અપેક્ષા નથી.
નવેમ્બર માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ રહી…!!
ઉત્પાદન ક્ષેત્ર બાદ હવે દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ નવેમ્બરમાં સાધારણ મંદ રહી હોવાનું એક ખાનગી સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. નવા ઓર્ડરો અને સેવા પૂરી પાડવાની માત્રા સાધારણ નીચી રહી હતી. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના સેવાક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં ૫૮.૫૦ હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી ૫૮.૪૦ રહ્યો છે. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.સેવાઓ માટે વિદેશમાંથી માગ ઊંચી રહેતા નિકાસ ઓર્ડર વધી નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હતા. જો કે સેવા માટેની માગમાં સાતત્યતાને પરિણામે બિઝનેસ સેન્ટિમેન્ટ ઊંચુ રહ્યું છે અને સેવાઓ પૂરી પાડતી કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બરમાં સતત ૪૦માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. સર્વમાં ભાગ લેનારાઓએ માગમાં મજબૂતાઈ અને નવા વેપાર સંદર્ભમાં આશાવાદ વ્યકત કર્યો હતો.ઊંચા ફુગાવાને કારણે કાચા માલ તથા સેવા પૂરી પાડવાની કિંમતો અનુક્રમે ૧૫ મહિના તથાઅંદાજે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા છે. આ અગાઉ સોમવારે જાહેર થયેલા નવેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૬.૫૦આવ્યો હતો જે ઓકટોબરમાં ૫૭.૫૦ હતો. ભારતની સેવા ક્ષેત્રની નિકાસ મોટેભાગે યુરોપ, એશિયા, અમેરિકા ખાતે વધુ થાય છે. નિકાસ માગ વધવાને પગલે સેવા ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓની ભરતી ૨૦૦૫થી અત્યાર સુધીમાં સૌથી ઊંચી જોવા મળી છે. પીએમઆઈ તૈયાર કરવાનું૨૦૦૫થી શરૂ થયું છે. કર્મચારીઓની ઊંચી ભરતી સેવા ક્ષેત્રની કંપનીઓમાં વેપાર વિશ્વાસ વધી રહ્યો હોવાનું સૂચવે છે,એમ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.