60 લાખના રૂ.70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી
Rajkot,તા.૭
ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂ.60 લાખના કારખાનેદારે રૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે કારખાનેદારે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પી.ટી. જાડેજાએ કરેલી આગોતરા જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ છે. જે દલીલોના આધારે કોર્ટ આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સુર્યોદય સોસાયટી ગંગા એપાર્ટમેન્ટ સામે રહેતાં અને જુના માર્કેટીંગ યાર્ડ ઉપર ગજાનન રી-પાવરીંગ નામનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ અમરસિંહભાઈ પરમારને વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહીનામાં ધંધાના કામે રૂ.60 લાખની જરૂર પડતા પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)એ ત્રણ મહીનાના 3 ટકા લેખે એડવાન્સ વ્યાજ પેટે રૂ.5.40 લાખ વ્યાજના કાપી રૂા.29.60 લાખ રોકડા આશાપુરા ફાયનાન્સની ઓફીસ પર આપેલ અને રૂ.25 લાખનું આરટીજીએસ કરી કુલ રૂ.54.60 લાખ તેઓને આપેલ હતા. તેની સિકયુરીટી પેટે 5-5 લાખના સાત ચેક લખાવી લઇ લીધેલ હતા. જે રકમ સામે કારખાનેદારે રૂ.70.80 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે માલવીયાનગર પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે પી.ટી. જાડેજાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. પી.ટી. જાડેજાએ આગોતરા જામીન અરજી કરતા પોલીસ દ્વારા પી.ટી. જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરવા વિવિધ મુદા સાથે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. પીટી જાડેજાએ કરેલી જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆતોના આધારે કોર્ટ ગમે તે ઘડીએ આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. આ જામીન અરજીમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે સુરેશ ફળદુ રોકાયા છે.