લોધિકાના મોટા વડા ગામની સ્કૂલના ધો.11ના છાત્રને પરીક્ષામાં ચોરીનો આક્ષેપ કરતા આપઘાત કર્યો તો
Rajkotતા,07
લોધિકા તાલુકાના મોટા વડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ધો.11ના છાત્રને મરવા મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલી શિક્ષિકાએ કરેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ લોધિકા તાલુકાના મોટાવાડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.11 માં અભ્યાસ કરતા ધ્રુવિલ વરૂ નામના વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી અને મોબાઇલમાં વિડીયો બનાવી આપઘાત કરી લીધો હતો. મૃતક ધ્રુવીલના પરિવાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ સચિન વ્યાસ, ક્લાસ ટીચર મોસમીબેન શાહ અને શિક્ષિકા વિભૂતિબેન જોષી વિરુદ્ધ મેટોડા પોલીસ મથકમાં ધ્રુવીલ વરૂને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં વિભૂતિબેન જોષીની આગોતરા જામીન અરજી ગોંડલ કોર્ટે નામંજૂર કરતા વિભૂતિબેન જોષીએ પોલીસ ધરપકડની દહેશતે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપી શિક્ષિકા વિભૂતિબેન જોષીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ હાઇકોર્ટે શિક્ષિકા વિભૂતિબેન જોશીની આગોતરા જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વિભુતીબેન જોષી વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, મેહુલભાઈ મહેતા, અજયસીહ ચૌહાણ, સાવન પરમાર, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીત દુધાતરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ અને હાઈકોર્ટના એડવોકેટ વિરાજ પોપટ રોકાયા હતા.