Rajkotતા,07
બોગસ ડોક્ટર બની દર્દીઓને દવા તથા ઈન્જેક્શન આપી ગેરકાયદે મેડિકલ પ્રેકટીસ કરવાના ગુન્હામાં અદાલતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સંજય રસિકભાઈ સોમપુરા કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોકટર તરીકેનું નામ ધારણ કરી લોકોને તપાસી દવા તથા ઈન્જેક્શન આપી બીમાર લોકોને બેદરકારીભર્યું ગેરકાયદે કૃત્ય આચરવા બદલ દવા વિગેરે મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૧૯ તથા મેડિકલ પ્રેકટીશનર એકટ કલમ ૩૦ મુજબ ગુન્હો દાખલ ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ અદાલતમાં ચાર્જશીટ મૂક્યું હતું.
આ કેસ ચાલુ થતા આરોપી વતી રોકાયેલ વકીલ રણજીત બી મકવાણા દ્વારા ફરીયાદી, સાહેદો તથા પંચોની ઉલટ તપાસમાં ઘણો જ વિરોધાભાસ જોવા મળેલ હોય અને ધારદાર દલીલ સમયમાં સત્ય હકિકત રેકર્ડ ઉપર લાવી રજૂ કરેલા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈ અદાલતે આરોપી સંજય રસિકભાઈ સોમપુરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ જાદવ, મદદનીશ અભય ચાવડા, વિશાલ રોજાસરા રોકાયા હતા.