રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૮૯ સામે ૮૧૨૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૩૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૪૮ સામે ૨૪૫૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૩૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૩૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે શેરબજારમાં ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો. શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.સવારના સેશનમાં ૧૨૦૦ પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ ૯૦૦ પોઈન્ટ્સ રિકવર થયું છે. નિફ્ટી પણ ફરી ૨૪૮૦૦ની અતિ મહત્ત્વની સપાટી પર પરત ફર્યો છે.મોર્નિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, હાલ ટેલિકોમ અને ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધી હતી.વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની તેજી તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજારમાં મંદી જોવા મળી.માર્કેટમાં મોટો કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડી ૬.૫ લાખ કરોડ ઘટી હતી. જો કે, બાદમાં માર્કેટ સુધરતાં રોકાણકારોનુ નુકસાન ઘટી ૩ લાખ કરોડ થયુ હતું.સેન્સેક્સ ૮૪૩ પોઈન્ટના ઉચાળા સાથે ૮૩૧૩૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૬૨૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ડોલર મજબૂત બનતાં રૂપિયોમાં ફરી રેકોર્ડ તળિયું નોંધાયુ હતું. બીજી તરફ ચીન દ્વારા આર્થિક પડકારોને દરૂ કરવા ૧૪ વર્ષ બાદ પ્રથમ વખત મોનેટરી પોલિસીમાં ફેરફારો કરવાની જાહેરાત કરતાં વિદેશી રોકાણકારો ફરી ચીનમાં રોકાણ તરફ ડાયવર્ટ થાય તેવી ભીતિ જોવા મળી છે.ચીન તેની શુષ્ક ઈકોનોમીને રિકવર કરવા આર્થિક પેકેજ અને રાહતો લઈ આવ્યું છે. ચીન વિશ્વનો બીજો સૌથી મોટો મેટલ આયાતકાર હોવાથી મેટલની કિંમતો પર અસર થવાની ભીતિ છે.
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી ૫.૪૮% નોંધાયો છે. જે ઑક્ટોબરમાં ૬.૨% સાથે ૧૪ માસની ટોચે પહોંચ્યો હતો. દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. ગતવર્ષે નવેમ્બર,૨૦૨૩ માં રિટેલ ફુગાવો ૫.૫૫% નોંધાયો હતો. સતત ત્રીજા માસે રિટેલ ફુગાવાનો દર ૫% થી વધુ નોંધાયો છે. ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં ૯.૦૪%નોંધાયો છે. જે ઑક્ટોબરમાં ૧૦.૮૭ હતો. જો કે, વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,અદાણી એન્ટર.,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,સન ફાર્મા, રિલાયન્સ,અદાણી પોર્ટસ,કોટક મહિન્દ્રા બેન્ક,સિપ્લા,બાટા ઇન્ડિયા, જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,મુથૂટ ફાઈનાન્સ,ટાટા કમ્યુનિકેશન,ભારત ફોર્જ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૩ અને વધનારની સંખ્યા ૧૮૧૮ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ફેબુ્રઆરીમાં યોજાનારી આગામી નાણાકીય સમીક્ષા સાથે આગામી નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો થવાનો કોઈ અવકાશ નથી તેમ માનવું છે. ભારતીય રિઝર્વ બેન્કના નેતૃત્વમાં ફેરફારથી નીતિ દરના વલણ અને સંસ્થાકીય ક્ષમતામાં કોઈ ફરક પડશે નહીં. મોંઘવારી પર આરબીઆઈના દ્રષ્ટિકોણને કારણે, ‘આગામી ૧૩-૧૪ મહિના’ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો શક્ય બનશે નહીં. તેમણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સરેરાશ ફુગાવો ૪.૫% રહેવાની આગાહી કરી હતી. આગામી નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સિવાય કોર ફુગાવો ૪.૫-૫% ની વચ્ચે રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે પોલિસી દરોમાં ઘટાડો કરવાનો બહુ ઓછો અવકાશ રહેશે.જો આરબીઆઈ વૃદ્ધિને વેગ આપવા માટે તેના મુખ્ય દરોમાં ૦.૫૦% નો ઘટાડો કરે તો પણ તે વૃદ્ધિને મદદ કરવા માટે ‘નિર્ણાયક’ પગલું નહીં હોય.
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે.કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.
તા.૧૬.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૩.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૦૭ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ,૨૪૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૩.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૬૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૪૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૫૩૦ પોઈન્ટ થી ૫૩૪૦૪ પોઈન્ટ,૫૩૩૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૪૧૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ઓબેરોય રિયલ્ટી ( ૨૧૨૫ ) :- ઓબેરોય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૪૭ થી રૂ.૨૧૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૮૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૧૯ ):- રૂ.૧૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૪ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૭૯ ) :- રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૧૦૪૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૧૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૦૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૬૪ થી રૂ.૨૦૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૯૭૦ ):- રૂ.૨૦૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચડીએફસી બેન્ક ( ૧૮૭૧ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઇપ્કા લેબ ( ૧૫૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૦૮ થી રૂ.૧૪૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૧૧૭ ) :- રૂ.૧૧૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.