Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત
    • Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો
    • પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર
    • Savarkundla ના વિકાસ કામો પ્રત્યે સતત સતર્ક રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા
    • Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક એક ચાલુ કારમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે અફડા તફડી
    • Jamnagar સમર્પણ વાળો એક તરફ નો માર્ગ ત્રણ માસ માટે બંધ રહેશે: કમિશનરનું જાહેરનામું
    • Jamnagar ઘોડીપાસા વડે જુગાર રમવા આવેલા શખ્સો પકડાયા, ચાર શખ્સો ભાગી છૂટ્યા
    • આયુર્વેદ ક્ષેત્ર આરોગ્યનું આરાધનાલય એટલે I.T.R.A. Jamnagar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી તરફી માહોલ…!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી તરફી માહોલ…!!!

    Vikram RavalBy Vikram RavalDecember 14, 2024No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગત સપ્તાહે ફુગાવાના નવેમ્બર મહિનાના આંકડા ઘટીને જાહેર થતાં સાવચેતી અને વૈશ્વિક મોરચે સીરિયા મામલે ફરી જીઓપોલિટીકલ ટેન્શન આગામી દિવસોમાં વધવાની દહેશત સાથે ઘર આંગણે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત તૂટતો રહી રેકોર્ડ નવા તળીયે આવ્યા સાથે ઊંચા વ્યાજ દરોને લઈ ફુગાવો વધવાના  જોખમે ફંડો, મહારથીઓએ શેરોમાં ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

    સાપ્તાહ દરમિયાન શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ સતત બે-તરફી વધઘટના અંતે સાવચેતી સાથે એકંદર સ્થિરતા બતાવી હતી. વર્ષ ૨૦૨૪ના અંતના ડિસેમ્બર મહિનામાં એક તરફ હોલી-ડે મૂડની તૈયારી અને બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોમાં નવેમ્બર મહિનામાં રોકાણકારો નાણા પાછા ખેંચવા લાગતાં રોકાણમાં આવેલી ઓટની અસર પર બજારોમાં વર્તાવા લાગી છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રિડમ્પશનના દબાણને લઈ ફંડોના પરફોર્મન્સ પર પણ અસર દેખાવા લાગતાં લોકલ ફંડોની શેરોમાં વેચવાલી વધતી  જોવાઈ છે.વૈશ્વિક મોરચે અમેરિકા દ્વારા ફરી રશીયા પર નવા ઓઈલ પ્રતિબંધો લાદવાની વિચારણાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવમાં ચમકારા વચ્ચે ફોરેન ફંડો શેરોમાં ફરી વેચવાલ બન્યા હતા. ચાઈના દ્વારા તેના ચલણ  યુઆનને નબળો પડવા દેવાની તૈયારીમાં હોવાના અહેવાલ વચ્ચે અમેરિકી ડોલર ફરી મજબૂત બનતાં શેરોમાં નવી મોટી ખરીદી અટકી હતી.ભારત તથા અમેરિકાના વર્તમાન સપ્તાહમાં  જાહેર થનારા ફુગાવાના આંક તથા સીરિયાની સરકારના પતન બાદ મધ્યપૂર્વમાં અશાંતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો.

    ભારતીય શેરબજાર સપ્તાહના અંતે શુક્રવારે કડડભૂસ થયા છે. સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટથી વધુ જ્યારે નિફ્ટી ૩૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની તેજી તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજારમાં ગાબડું જોવા મળ્યું છે.માર્કેટમાં મોટો કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડી ૬.૫ લાખ કરોડ ઘટી છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લા એક મહિનાની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. ડોલર મજબૂત બનતાં રૂપિયોમાં ફરી રેકોર્ડ તળિયું નોંધાયુ છે. બીજી તરફ ચીન દ્વારા આર્થિક પડકારોને દરૂ કરવા ૧૪ વર્ષ બાદ પ્રથમ વખત મોનેટરી પોલિસીમાં ફેરફારો કરવાની જાહેરાત કરતાં વિદેશી રોકાણકારો ફરી ચીનમાં રોકાણ તરફ ડાયવર્ટ થાય તેવી ભીતિ જોવા મળી છે. ચીન તેની શુષ્ક ઈકોનોમીને રિકવર કરવા આર્થિક પેકેજ અને રાહતો લઈ આવ્યું છે.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી ૫.૪૮ નોંધાયો છે. જે ઑક્ટોબરમાં ૬.૨% સાથે ૧૪ માસની ટોચે પહોંચ્યો હતો. શાકભાજી-ફળોના ભાવોમાં ઘટાડાના કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.ખાદ્ય ચીજો પર મોંઘવારી દર ઑક્ટોબરમાં ૧૦.૯% સામે ઘટી નવેમ્બરમાં ૯% થયો છે. ઉલ્લેખનિય છે, રિટેલ બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં કોઈ ખાસ મોટો ઘટાડો નોંધાયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે.સતત ત્રીજા માસે રિટેલ ફુગાવાનો દર ૫%થી વધુ નોંધાયો છે. ફુગાવાના ઊંચા દરે મોનેટરી પોલિસીમાં અગિયારમી વખત વ્યાજના દરોને યથાવત રાખ્યા હતા. જાન્યુઆરીથી મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. જેથી ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર ૨૫ બીપીએસ ઘટવાની શક્યતા છે. ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં ૯.૪% નોંધાયો છે. જે ઑક્ટોબરમાં ૧૦.૮૭ હતો. જો કે, વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે.

    મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી,ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી,માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી,ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૫૮ કરોડની ખરીદી,નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪,૪૮૩.૮૬ કરોડની ખરીદી, તેમજ ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૫૪૦૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી,નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૫,૯૭૪.૧૨ કરોડની વેચવાલી, તેમજ ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૯૩૭૧.૫૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, ફેબુ્રઆરીમાં યોજાનારી આગામી નાણાકીય સમીક્ષા સાથે આગામી નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો થવાનો કોઈ અવકાશ નથી તેમ માનવું છે. ભારતીય રિઝર્વ બેન્કના નેતૃત્વમાં ફેરફારથી નીતિ દરના વલણ અને સંસ્થાકીય ક્ષમતામાં કોઈ ફરક પડશે નહીં. મોંઘવારી પર આરબીઆઈના દ્રષ્ટિકોણને કારણે, ’ આગામી ૧૩-૧૪ મહિના’ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો શક્ય બનશે નહીં. તેમણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સરેરાશ ફુગાવો ૪.૫ ટકા રહેવાની આગાહી કરી હતી. આગામી નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સિવાય કોર ફુગાવો ૪.૫-૫ ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે પોલિસી દરોમાં ઘટાડો કરવાનો બહુ ઓછો અવકાશ રહેશે.જો આરબીઆઈ વૃદ્ધિને વેગ આપવા માટે તેના મુખ્ય દરોમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરે તો પણ તે વૃદ્ધિને મદદ કરવા માટે ’નિર્ણાયક’ પગલું નહીં હોય.

    ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસે.માં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસે.યોજાનાર છે.નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્‌સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)ઇન્ફોસીસ (૨૦૦૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૯૬૦ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! કમ્૫યુટર્સ -સોફટવેર એન્ડ કન્સલ્ટિંંગ સેકટરનો આ સ્ટોક રૂા.૨૦૨૭ થી રૂા.૨૦૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)કોટક મહિન્દ્ર બેન્ક (૧૮૦૮) : આ સ્ટોક રૂા.૧૭૬૦ નો પ્રથમ અને રૂા.૧૭૪૪ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૮૩૩ થી રૂા.૧૮૪૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩)ટાટા કન્ઝયુમર (૯૩૦) :  ૪૫૬ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૯૦૯  નો પ્રથમ તેમજ રૂા.૮૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ટી એન્ડ કોફી સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૯૪૪ થી રૂા.૯૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)અદાણી પોર્ટ (૧૨૬૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૨૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૩૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૨૩૭ થી રૂા.૧૨૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૩૧૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (૮૬૩) : રૂા.૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૮૯૪ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૮૪૮ થી રૂા.૮૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)એક્સિસ બેન્ક (૧૧૫૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૧૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૧૮૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૧૨૭ થી રૂા.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૧૯૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)પેટ્રોનેટ એલએનજી (૩૨૩) :- અ / ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૩ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) હિન્દુસ્તાન કોપર (૨૭૪) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) શિપિંગ કોર્પોરેશન (૨૨૦) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૩૮ થી રૂ.૨૫૦ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે….!!!

    (૪) કર્ણાટક બેન્ક (૨૧૩) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૭ થી રૂ.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૮૮) :- રૂ.૧૭૪ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૨ થી રૂ.૨૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ (૧૬૭) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૫૫ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ (૧૫૦) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૭ થી રૂ.૧૭૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) એલએન્ડટી ફાઈનાન્સ (૧૩૭) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮ આસપાસ રોકાણકારે રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) એસબીએફસી ફાઈનાન્સ (૮૮) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨) સિગ્નેટ ઈન્ડસ્ટ્રીઝ (૭૦) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટ્રેડિંગ  ડિસ્ટ્રીબ્યુટર સેક્ટરનાં આ સ્ટોકને ૬૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (૬૦) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! અધર બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૭૩ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) વાસ્કોન એન્જી.(૫૦)ઃ- રૂ.૪૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૮ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો ૧૫૪% ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે…!!

    ભારતનું માર્કેટ કેપ અને જીડીપી રેશિયો મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે. ભારતમાં આ ગુણોત્તર ચીન, મેક્સિકો અને બ્રાઝિલ જેવા ઉભરતા અર્થતંત્રો કરતાં ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના વિકસિત બજારોની નજીક છે. શેરબજારમાં તાજેતરના ઘટાડા છતાં, ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો ઉચ્ચ સ્તરે છે. તાજેતરમાં આ ગુણોત્તર ૧૪૭.૫ ટકા હતો, જે ૯૪ ટકાના દસ વર્ષના સરેરાશ ગુણોત્તર કરતાં ૫૬ ટકા વધુ છે. વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો આ વર્ષના સપ્ટેમ્બરના અંતમાં ૧૫૪ ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાથી નજીક છે.

    વર્તમાન ગુણોત્તર ડિસેમ્બર ૨૦૦૭ અને આ વર્ષે સપ્ટેમ્બર પછીનો ત્રીજો સૌથી વધુ આંકડો છે. તમામ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં છેલ્લા ૧૨ મહિનામાં લગભગ ૨૪ ટકાનો વધારો થયો છે જ્યારે વર્તમાન ભાવે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્‌ટ (જીડીપી), જેને નોમિનલ જીડીપી તરીકે પણ ઓળખવામાં આવે છે, વાર્ષિક ધોરણે ૯.૫ ટકા વધ્યું છે. તેની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૨૩ના અંતે આ ગુણોત્તર ૧૨૬.૪ ટકા અને ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ૧૦૭.૨ ટકા હતો. કોવિડ-૧૯ દરમિયાન માર્ચ ૨૦૨૦માં માર્કેટ સેલઓફ દરમિયાન, આ રેશિયો ૫૬.૫ ટકાના ૧૧ વર્ષની નીચી સપાટીએ આવી ગયો હતો.

    બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪૭૪.૪ બિલિયન પર પહોંચી ગયું હતું. એપ્રિલ-જૂન ૨૦૨૩ ક્વાર્ટરથી સતત સાત ક્વાર્ટરમાં ભારતના માર્કેટ કેપિટલાઇઝેશનમાં દેશના જીડીપી કરતાં ઝડપી દરે વૃદ્ધિ થઈ છે. ૨૦૦૫-૨૦૦૭ના સમય ગાળા પછી માર્કેટ કેપિટલાઇઝેશન ટુ જીડીપી રેશિયો માટે આ બીજી સૌથી લાંબી જીતનો દોર છે. ત્યારપછી સતત ૧૩ ક્વાર્ટરમાં બજાર મૂડી દેશના જીડીપી કરતાં વધુ ઝડપથી વધી હતી.

    ટુ વ્હીલર્સમાં વેચાણ વૃદ્ધિને પરિણામે નવેમ્બર માસમાં વાહનોનું એકંદર વેચાણ ૧૧.૨૦% વધ્યું…!!

    નવેમ્બરમાં વાહનોના વેચાણમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. ઊતારૂ વાહનોના વેચાણમાં ૧૪% ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૬% વૃદ્ધિ જોવા મળી હતી. ટુ વ્હીલર્સમાં વેચાણ વૃદ્ધિને પરિણામે વાહનોનું એકંદર વેચાણ ગયા મહિને ૧૧.૨૦% વધ્યું હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબોલાઈલ ડીલર્સ એસો. (ફાડા)ના ડેટા જણાવે છે. નવેમ્બરમાં દરેક પ્રકારના વાહનોનું એકંદર વેચાણ ૩૨,૦૮,૭૧૯ એકમ રહ્યું હતું જે ગયા વર્ષના નવેમ્બરમાં ૨૮,૮૫,૩૧૭ની સરખામણીએ ૧૧.૨૦ ટકા રહ્યું હતું.  ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૩.૭૨% ઘટી નવેમ્બરમાં ૩,૨૧,૯૪૩ રહ્યું હતું જે ગયા વર્ષના નવેમ્બરમાં ૩,૭૩,૧૪૦ જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષમાં દશેરા તથા દિવાળીના તહેવાર ઓકટોબરમાં જ રહ્યા હોવાથી ઓકટોબરમાં ઊતારૂ વાહનોનું વેચાણ ઊંચુ રહ્યું હતું જેને કારણે નવેમ્બરમાં વેચાણ મંદ રહેવા પામ્યું છે એમ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બરની લગ્નસરાની મોસમ ઊતારૂ વાહન ઉત્પાદકોને અપેક્ષા પ્રમાણે ફળી નથી. ગ્રામ્‌ય બજારમાં સારા ટેકાને કારણે વાહનોના એકંદર વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રામ્ય માગ ઊંચી રહેવા છતાં વાહનોની ઈન્વેન્ટરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી. ઈન્વેન્ટરીનું સ્તર હજુ પણ ૬૫થી ૬૮ દિવસ જેટલુ ઊંચુ છે. ઈન્વેન્ટરીને વ્યવહારૂં સ્તરે રાખવા ફાડા દ્વારા ઉત્પાદકોને વિનંતી કરવામાં આવી છે, જે નવા વર્ષમાં મજબૂત રીતે પ્રવેશ કરી શકાય અને ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરવાની આવશ્યકતા ન રહે.

    નવેમ્બર માસમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ફલોસમાં ૧૪.૨૦%નો નોંધપાત્ર ઘટાડો…!!

    સમાપ્ત થયેલા નવેમ્બરમાં એસઆઈપી બંધ કરાવી દેવાનું પ્રમાણ અત્યાર સુધીનું ત્રીજું મોટું રહ્યું છે. નવા એસઆઈપી ખાતા ખોલવાની સામે ખાતા બંધ કરાવવાની માત્રા પણ સતત વધી રહી છે. ઓકટોબર-નવેમ્બરમાં ભારતીય શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફત રોકાણ કરતા રિટેલ રોકાણકારોનો ઈક્વિટીસમાં રસ ઓસરી રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય એમ છે. નવેમ્બર સતત ચોથો એવો મહિનો રહ્યો છે જેમાં એસઆઈપી ખાતા બંધ કરાવી દેવાનો રેશિઓ વધ્યો હતો અને અત્યારસુધીની ત્રીજી મોટી સપાટીએ પહોંચ્યો છે.

    એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પર નજર નાખતા જણાય છે કે, નવેમ્બરમાં કુલ ૪૯ લાખ નવા એસઆઈપી ખાતા ખૂલ્યા હતા જે ઓકટોબરમાં ખૂલેલા ૬૩.૭૦ લાખની સામે નોંધપાત્ર નીચા છે. બીજી બાજુ ખાતા બંધ કરાવી દેવાનો આંક જે ઓકટોબરમાં ૩૮.૮૦ લાખ રહ્યો હતો તે નવેમ્બરમાં વધી ૩૯.૧૦ લાખ જોવા મળ્યો છે. આમ નવેમ્બરમાં નવા એસઆઈપી ખોલાવાની સામે બંધ કરાયેલા એસઆઈપીની ટકાવારી ૭૯.૭૯ રહી છે, જે મેમાં ૮૮.૩૮ ટકા બાદ સૌથી મોટી છે. મે ૨૦૨૦માં એસઆઈપી બંધ કરાવી દેવાની માત્રા ૮૦.૬૯ ટકા રહી હતી એમ એમ્ફીના ડેટા પરથી જણાય છે.

    નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ફલોસ ૧૪.૨૦% ઘટી રૂ.૩૫૯૪૩.૪૯ કરોડ રહ્યો હતો અને ફન્ડ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ ગયા મહિને રૂ.૬૦૨૯૫ કરોડ રહ્યો હતો જે ઓકટોબરમાં રૂ.૨.૪૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. નવેમ્બરમાં ફન્ડ ઉદ્યોગમાં એકંદર ઈન્ફલોસ ઓકટોબરની સરખામણીએ ૭૫% નીચો રહ્યાનું એમ્ફીના ડેટા જણાવે છે. નવેમ્બરમાં નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા ૩૨ લાખથી પણ ઓછી રહીને સાત મહિનાની નીચી સપાટીએ જોવા મળી હતી. ભારતીય શેરબજાર હાલમાં વોલેટિલિટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાથી નવા રોકાણકારો બજારમાં પ્રવેશવાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. હાલના રોકાણકારો પણ વધુ નાણાં ઠાલવવામાં ખચકાઈ રહ્યા છે.

    ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ખ।અના સોદામાં ૧૩.૫%નો વધારો…!!

    ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં મર્જર – એક્વિઝિશનના (ખ।અ) સોદામાં ૧૩.૫%નો વધારો થયો છે. જેના પગલે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને વર્ષ ૨૦૨૪માં મોટી બોનસ રકમ મળવાની અપેક્ષા છે. આ સોદા ગયા વર્ષની સરખામણીમાં ૧૩.૫% વધ્યા છે અને વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ૮૮.૯ બિલિયન ડોલરના મૂલ્ય સુધી પહોંચી ગયા છે. સારી આર્થિક વૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને રોકાણ માટે બાકીના ભંડોળનો ઉપયોગ કરીને ખાનગી ઇક્વિટી સોદા માટે અનુકૂળ વાતાવરણ સર્જી રહી છે જે જોતાં બેન્કર્સ ૨૦૨૫માં પણ મર્જર – એક્વિઝિશનના સોદા માટે રેકોર્ડ વર્ષ રહેવાની અપેક્ષા રાખે છે. ઙૂઈ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, સ્થિર વ્યાજ દરો, નીચા ફુગાવા અને ખાનગી અને જાહેર ભંડોળ સાથે બિનઉપયોગી ભંડોળના રૂપમાં ઉપલબ્ધ વિપુલ રોકાણ મૂડીને કારણે ૨૦૨૫માં ડીલ પ્રવૃત્તિ મજબૂત રહેવાની અપેક્ષા છે. આ સાનુકૂળ પરિસ્થિતિઓ કંપનીઓને વિકાસને આગળ વધારવા માટે પ્રોત્‌સાહિત કરશે, ખાસ કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વ્યૂહાત્મક એક્વિઝિશન દ્વારા ગતિને વેગ અપાશે. ૨૦૨૪ના પ્રથમ ૧૧ મહિનામાં સોદાઓની સંખ્યા ૨૫.૯% વધીને ૨,૮૧૧ થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં ૨,૨૩૨ સોદાની સરખામણીએ છે. નાતાલની રજાઓને કારણે વર્ષના છેલ્લા અઠવાડિયામાં મર્જર – એક્વિઝિશનના સોદા સામાન્ય રીતે ધીમા પડે છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 12, 2025
    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025

    Savarkundla ના વિકાસ કામો પ્રત્યે સતત સતર્ક રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા

    July 12, 2025

    Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક એક ચાલુ કારમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે અફડા તફડી

    July 12, 2025

    Jamnagar સમર્પણ વાળો એક તરફ નો માર્ગ ત્રણ માસ માટે બંધ રહેશે: કમિશનરનું જાહેરનામું

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.