Rajkot,તા.17
વૈશ્વિક શાંતિ-સદભાવના અર્થે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય બ્રહ્મકુમારીઝ સંસ્થાની ગુજરાતમાં 1965માં સ્થાપના થઈ હતી જેનો 50માં વર્ષમાં પ્રવેશ કરશે. 50 વર્ષની ઉજવણીને અનુલક્ષીને આગામી તા.21 તથા તા.22ના હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર-ત્રંબા ખાતેના વિશાળ સંકુલમાં હીરક જયંતી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ ટયુબના માધ્યમથી માણી શકાશે.
આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે બ્ર.કુ. અંજુદીદી, બ્ર.કુ. ભગવતીદીદી તથા બ્ર.કુમાર હિતેશભાઈ લાલાણી આવેલા હતા. ગુજરાતમાં પ્રથમવાર 1500 બાલ બ્રહ્મચારી તપસ્વી બહેનોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. હીરક જયંતી વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરાશે.
ભારતીય સંસ્કૃતિમાં નારીને પૂજનીય માનવામાં આવે છે. ભારતમાતા શકિત અવતારના નારાને સાર્થક કરતા આ સર્વે બ્રહ્માકુમારી બહેનો નારી શકિત અને નારી ગૌરવને સમાજમાં પુન:સ્થાપિત કરવા માટે પ્રેરણા સ્ત્રોત બને છે.
આ મહા સંમેલન દ્વારા સમસ્ત ગુજરાત નિવાસી આત્માઓને એ ઈશ્વરીય સંદેશ આપવાનું લક્ષ્ય છે કે જીવનમાં મૂલ્યોને અપનાવે, દિનચર્યામાં મેડીટેશનને સામિલ કરે તથા અવિતરત સંબંધોમાં અને સમાજમાં પ્રેમ અને ભાઈચારાની ખુશબુ ફેલાવે.
ભારતને પુન: દેવભૂમિ બનાવવા અને સમસ્ત વિશ્વમાં સુખમય સંસારના નિર્માણ કાજે સંસ્થાની આવી પવિત્ર, તપસ્વીની 50000 જેટલી બહેનોની શકિતસેના પરમાત્મા કાર્યમાં સમર્પિત થઈ પ્રભુની સેવામાં સામિલ છે.
કહેવાય છે જયાં 50 બ્રહ્મચારી એકત્રિત થાય ત્યાં આધ્યાત્મિક જયોત દ્વારા શકિતશાળી ઉર્જાવાન વાતાવરણ સર્જાય જેના પ્રકંપનો દુર દુર સુધી ફેલાઈ જયારે રાજકોટના આંગણે તો એકસાથે 1500 પવિત્ર બહેનોનું સંગઠન યોજાશે.
આબુથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ બ્રિજમોહનભાઈ ઉપસ્થિત રહી સ્વ-પરિવર્તનના સંકલ્પોને વધુ મજબુત બનાવવા તરફ સૌને પ્રેરિત કરશે. આ ભવ્ય મહોત્સવમાં અમદાવાદ, મહેસાણા, સુરત વગેરે દરેક જિલ્લામાંથી ગુજરાતના બ્રહ્માકુમારીઝના વરિષ્ઠ તપસ્વીની બહેનો ઉપસ્થિત રહે છે.
ગુજરાતની ડાયમંડ જયુબલી નિમિતે આગામી વર્ષ 2025માં ગુજરાત ઝોન ડાયરેકટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ ગુજરાતના દરેક જિલ્લા સ્તરે શૈક્ષણિક, સામાજિક સેવાઓના જેવા કે, વ્યસનમુકિત, પ્લાસ્ટિક જાગૃતિ, ઓર્ગેનિક ખેતી, રોડ સેફટી, ધ્યાન શિબિર વગેરેના 60 પ્રોગ્રામો આયોજીત કરવાના સૌ સંકલ્પો લેશે.
ઓમ શાંતિના મંત્રમાં અનોખી શકિત છે, જીવનની સાચી સાધના છે. તથા સર્વ સમસ્યાનું સમાધાન છે. આ સુત્ર સાથે વૈશ્વિક શાંતિ-સદ્ભાવના અર્થે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારીઝ સંસ્થાની ગુજરાતમાં સ્થાપના 1965માં થઈ. જે 50માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે સમગ્ર બ્રહ્માકુમારી ગુજરાત પરિવારમાં અનોખો આનંદ છવાયેલ છે.
તા.21-22 ડિસેમ્બર શની-રવિ હેપીવિલેજ રીટ્રીટ સેન્ટર, ત્રંબા ખાતેના વિશાળ સંકુલમાં હીરક જયંતિના ભવ્ય શુભારંગની તૈયારીઓ ચાલી રહી છે. રાજયોગનો અભ્યાસ કરતા 60 કલાકારો દ્વારા ગુજરાતના દરેક જીલ્લાની વિશેષતા, સામાજીક સેવાઓ તથા આગામી સેવા યોજનાને પ્રસ્તુત કરતી સુંદર નૃત્ય નાટિકાની તૈયાર કરવામાં આવી છે. તેમજ 60 મહેમાનો દ્વારા 60 સદ્ભાવનાની જયોત પ્રગટાવશે ત્યારે 1500 બહેનો એક સાથે ‘ઓમ’ની સાધના કરશે.
રાજકોટના આંગણે પ્રથમવાર વિશાળ સમુદાયમાં તપસ્વી, રાજયોગીની બ્રહ્માકુમારી બહેનોનું મહાસંમેલન યોજાશે. જે બહેનોનું દિવ્ય જીવન સંયમ, નિયમ અને મર્યાદાયુકત રહેલ છે. તેઓના જીવનનો મંત્ર સચ્ચાઈ, સપાઈ અને સાદગીનો છે.
100માં તાનસેન સંગીત સમારોહમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ગ્વાલિયરમાં બન્યો!
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે યોજાયેલા 100મા તાનસેન સંગીત સમારોહમાં 546 કલાકારોએ 9 શાસ્ત્રીય વાદ્યયંત્રો પર રાગ મલ્હાર, મિયાં કી તોડી અને દરબારી કાન્હડાનું એક સાથે વાદન કર્યું હતું. આ એક રેકોર્ડ હતો જેની ગિનેસ વર્લ્ડ રેકોર્ડસે નોંધ લઇ લીધી છે.