Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત
    • Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો
    • પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર
    • Savarkundla ના વિકાસ કામો પ્રત્યે સતત સતર્ક રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા
    • Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક એક ચાલુ કારમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે અફડા તફડી
    • Jamnagar સમર્પણ વાળો એક તરફ નો માર્ગ ત્રણ માસ માટે બંધ રહેશે: કમિશનરનું જાહેરનામું
    • Jamnagar ઘોડીપાસા વડે જુગાર રમવા આવેલા શખ્સો પકડાયા, ચાર શખ્સો ભાગી છૂટ્યા
    • આયુર્વેદ ક્ષેત્ર આરોગ્યનું આરાધનાલય એટલે I.T.R.A. Jamnagar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૮૪ સામે ૮૦૬૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૮૨ પોઈન્ટ બંધ થયેલ...!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૧૭ સામે ૨૪૩૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૧૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૨૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૫૭ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં ૬૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૮૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં ૮૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

    સેન્સેક્સ ૫૦૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૧૮૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૨૫૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૧૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૩૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી,રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય હેલ્થકેર સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. 

     મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર ઓફશોર ડેરિવેટીવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ(ઓડીઆઈઝ) ઈસ્યુ કરવા સંબંધિત અંકુશો મૂકતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગના આવતીકાલે વ્યાજ દર મામલે આવનારા નિષ્કર્ષ પૂર્વે ફંડો, મહારથીઓ નવી તેજીની પોઝિશન લેવાથી દૂર રહી ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં કેશમાં રૂ.૬૪૧૦ કરોડની જંગી વેચવાલી કરતાં ફ્રન્ટલાઈન શેરો ટીસીએસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક પાછળ કડાકો બોલાવી દીધો હતો. ફ્રન્ટલાઈન શેરોમાં ગાબડા સાથે અન્ય સંખ્યાબંધ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી નીકળતાં સેન્ટીમેન્ટ ડહોળાયું  હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં  વલણના  સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશીયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી.

     આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,મુથૂટ ફાઈનાન્સ,લ્યુપીન,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,ગ્લેનમાર્ક ફાર્મા,રિલાયન્સ,ઓરબિંદો ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,લાર્સેન,ગ્રાસીમ,એસીસી,ઈન્ફોસીસ,એચડીએફસી બેન્ક,કોટક મહિન્દ્રા બેન્ક,વોલ્ટાસ,હવેલ્લ્સ,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૨ અને વધનારની સંખ્યા ૧૪૪૪ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. ચાઈનાના કન્ઝયુમર આંકડા નબળી વૃદ્વિની આવતાં અને આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

    તા.૧૯.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૫૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટ થી ૨૪૧૮૮ પોઈન્ટ,૨૪૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૮.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૪૦૪ પોઈન્ટ થી ૫૨૪૭૪ પોઈન્ટ,૫૨૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! 

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટેક મહિન્દ્રા ( ૧૭૭૬ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૩ થી રૂ.૧૮૦૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી ઐરટેલ ( ૧૬૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૩૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૨૯ ):- રૂ.૧૪૯૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૮૦ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૨૫ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૬૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૫૫ થી રૂ.૧૯૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૨૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૯૫૩ ):- રૂ.૧૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૨૨ થી રૂ.૧૯૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૬૯૫ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૭૮ થી રૂ.૧૬૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઇપ્કા લેબ ( ૧૫૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૧૯ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 12, 2025
    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025

    Savarkundla ના વિકાસ કામો પ્રત્યે સતત સતર્ક રહેતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા

    July 12, 2025

    Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક એક ચાલુ કારમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે અફડા તફડી

    July 12, 2025

    Jamnagar સમર્પણ વાળો એક તરફ નો માર્ગ ત્રણ માસ માટે બંધ રહેશે: કમિશનરનું જાહેરનામું

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.