Rajkot,તા.19
,મહોત્સવ ની શરૂઆતમાં સફાઈ કર્મચારી બહેનનું તંત્રીશ્રી દ્વારા બહુમાન અને કાર્યક્રમની શરૂઆત
નવગ્રહ મંદિર નું ભવ્ય આકર્ષણ નવગ્રહણ ની વિશેષ પૂજાભગવાન શિવ અને વિષ્ણુના પુત્ર
અયપ્પા ભગવાન રાજકોટ પરસાણા નગર ખાતે હૈયપ્પા મંદિર ખાતે ભવ્ય મહોત્સવ શરૂ થઈ ગયું છે ત્યારે
કેરળ થી આવેલા તંત્રી શ્રી એટલે કે પૂજારીના હેડ જેઓ વર્ષમાં એક જ વાર મંદિરમાં પૂજા કરે છે જે હાલ કેરલ થી તેમની આખી ટીમ આવેલી છે. જેવો દરરોજ પોતે જ વિધિ કરાવવાના છે, અને તમામ વિધિ ભક્તિ ભાવથીપોતે જ કરાવે છે જ્યારે દરરોજ મંદિરમાં પૂજા કરે તે પૂજારી ને માતા માને છે.
શુદ્ધિકરણ ની શરૂઆતમાં અયપ્પા મંદિરમાં વર્ષોથી સાફ-સફાઈની તેમજ ઈતર કામો સેવા આપતા
પૂપ્રતીબેન નું કેરલ થી આવેલા તંત્રીશ્રી દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું.
આજરોજ કેરળમાં બહુ જ શ્રદ્ધાથી કોઈપણ કાર્ય શરૂ કરે તે પહેલા આપણે ત્યાં ધ્વજ સ્તંભ કહીએ છીએ. ધ્વજા ચડાવીએ છીએ
તેમ ત્યાં કોડી મરમ એટલે ધ્વજ સ્તંભ કહેવામાં આવે છે ત્યાં મંદિરમાં કોઈપણ કાર્ય શરૂ કરે તે પહેલા કોડી મરમ એટલે ધ્વજ ચડાવી કોઈપણ કાર્ય શરૂ કરવામાં આવે છે. ને ભગવાનને આહવા કરી રક્ષા માગવામાં આવે છે વધુમાં વધુ ત્રણ દિવસ અથવા પાંચ દિવસ મહોત્સવ કાર્યક્રમ ચાલતો હોય છે ધજા પાલકની રક્ષા માટે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે એક જ મંદિરમાં વર્ષોથી આ કોડી એટલે ધ્વજ અને મરમ એટલે સ્તંભ આમ તેની ધજ રોહન બાદ ભવ્ય ફુલ વરસાદ અને ભવ્ય આતશબાજી થઈ હતી .. રાજકોટના કેરળના નિવાસીઓ ભાઈઓ તથા બહેનો તેઓના કેરળના પોશાક પરિધાન કરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું
દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય છે જેમાં રાજકોટની ધર્મ પ્રેમી જનતાઓ ભાગ લેતા હોય છે આજરોજ રેલ્વે સુંદર કાડ મંડળ ગોપાલભાઈ શર્મા જેઓ રાજકોટમાં વિનામૂલ્ય સુંદરકાંડના પાઠ ભવ્ય રીતે કરાવે છે અત્યાર સુધીમાં 582 સુંદરકાંડના પાઠ કરેલ છે છે
નવગ્રહ ના મંદિરમાં ભવ્ય રીતે પૂજન અર્ચના નું કામ શરૂ
આ મંદિરમાં નવ ગ્રહનું ભવ્ય મંદિર આવેલું છે આજરોજ આ નવગ્રહને ભવ્ય રીતે પૂજા અર્ચના કરવામાં આવેલ હતી,રાજકોટ કે તેમજ સૌરાષ્ટ્રમાં બહુ ઓછી જગ્યાએ મંદિર હોય છે દર મહિને નવગ્રહની પૂજા કરવામાં આવે છે અને જેને ગ્રહોનો દોષ હોય તેમને તેમને રક્ષા માટે પૂજા કરાવવામાં ખાસ આવે છે.
અયપ્પા મંદિર પરસાણા નગર ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી માટે અયપ્પા સેવા સમિતિ પ્રમુખ શ્રી ડો. સીજી આર. પીલ્લઈ, મંત્રી ગોપાલ કિષ્નનપિલ્લઈ, ઉપપ્રમુખરાજેશભાઈ પિલ્લઈ, ખજાનચી બી.ટી. નાયર, પ્રકાશભાઈ ટીડી, કનનભાઈ, અનાર પિલ્લઈ, રાધા કૃષ્ણન, વિજેન્દ્રભાઈ પણીકર, અનિલભાઈ શિયાર વગેરે વાયુ તથા બહેનો જહે મત ઉઠાવી રહ્યા છે.