Rajkotતા.20
આવતીકાલે ક્રિસ્ટલ મોલમાં ધ્યાન દિન ઉજવાશે જેમાં રાજકોટની 51 સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. જેમાં સિનર્જી હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, રારા જવેલર્સ, ગ્લોબલ કોમ્યુનિકેશન, પટેલ હોલી ડે, તીર્થકર રૂફીંગ, ઉત્કર્ષ સ્ટીલ, ક્રિસ્ટલ ગ્રુપ, આલ્ફા ઈન, કિશોર ઓફસેટ, મેકમિલન એજયુકેશન, કરાડી પથ, આઈ પાવર, સિમરન પ્રિન્ટર્સ, શ્રી શ્રી તત્વ, બીએનઆઈ રાજકોટ, બાન લેબ્સ, યુનિયન બેંક, વોકહાર્ટ હોસ્પિટલ, રાજશ્રી બજાજ, ક્રિપ્સ પબ્લિકેશન, રેમન્ડ રાજકોટ, હાઈ-બોન્ડ સિમેન્ટ, વડાલીયા ફુડસ, યુરોકર હોસ્પિટલ, પુજારા મોબાઈલ, રાજકોટ બિલ્ડર્સ એસો., રોજર મોટર્સ, શ્રી શ્રી યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, બાઘબકરી ચા, જી.એન. વેબસોફટ, દર્શન યુનિવર્સિટી, ઈ.ઈ. કેર્સ, હોમ મીકા, આશાપુરા સ્ટીકર્સ, કિશાન ઈન્ફ્રાસ્ટ્રકચર, પુરૂષાર્થ ઈન્ડસ્ટ્રીઝ, કાકા તેલ, કિશાન એગ્રો., સતગુરૂ કોટન, કિશાન એમ્પોરીયમ, સેલ્સ ફાયનાન્સ સ્કુલ એસો. એફ.ટી.સી.નો સહયોગ મળી રહ્યો છે.
કાલે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન
મંદિરે ઓશો ધ્યાનોત્સવ
તા.21ને શનિવારે વિશ્વ ધ્યાન દિવસ નમિતે રાજકોટનાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે તથા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરમાં સાંજના 6-30થી 8 સુધી ધ્યાનોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન ઓશોના નિષ્ક્રય ધ્યાન તથા સંધ્યા ધ્યાન કરવામાં આવશે. સૌ સંન્યાસી પ્રેમીઓએ ઉપસ્થિત રહેવા સ્વામી સત્યપ્રકાશ અને સંજીવ રાઠોડની યાદીમાં જણાવાયું છે.