રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૪૦ સામે ૭૮૭૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૩૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૪૭૨ પોઈન્ટ બંધ થયેલ...!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૭૬૯ સામે ૨૩૭૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૭૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૭૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે શેરબજાર ઘટાડા તરફી બંધ થયું હતું.ક્રિસમસ વેકેશનની તૈયારી અને પાછલા સપ્તાહમાં ભારતીય શેર બજારોમાં ઓપરેટરો, ફંડોએ શેરોમાં મોટાપાયે ગાબડાં પાડયા બાદ આજે નવા સપ્તાહની શરૂઆતના બીજા દિવસે ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ કરેકશનને બ્રેક લગાવી રિકવરી બતાવી હતી,ત્યારબાદ ઘટાળો થયો હતો.સ્મોલ કેપ શેરો સાથે રોકડાના અનેક શેરોમાં આજે ઓપરેટરો,ખેલંદાઓના સતત હેમરિંગ સાથે ગભરાટમાં મળ્યા ભાવે રિટેલ ઈન્વેસ્ટરોની વેચવાલીના પરિણામે માર્કટબ્રેડથ સતત નબળી રહી હતી. અલબત પસંદગીના મિડ કેપ શેરોમાં આજે ઘટાડે લેવાલી રહી હતી. સેન્સેક્સ ૬૭ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૪૭૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૭૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૨૨૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ક્રિસમસ રજા-ટૂંકા સપ્તાહમાં કોઈ નવા ટ્રિગર્સ ન હોવાને કારણે, બજાર ધીમી રહી હતી, પરંતુ હેવીવેઇટ આઈટી અને કન્ઝ્યુમર શેરોમાં વૃદ્ધિએ વેગ જાળવી રાખવામાં મદદ કરી હતી.આઈટી સેક્ટર નરમ બજારમાં એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, વધીને રૂપિયાના અવમૂલ્યનથી લાભ મેળવે છે,જે ડોલર-પ્રભુત્વવાળી આવકમાં વધારો કરે છે.ક્રિસમસ ડેની રજા પહેલા તેલના ભાવમાં મંગળવારે નીચા વેપારમાં વધારો થયો હતો, જેમાં યુએસના આર્થિક ડેટા અને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા તેલ આયાતકાર ભારતમાં તેલની વધતી માંગને કારણે ભાવને ટેકો મળ્યો હતો.ભારતીય રૂપિયો મંગળવારે યુએસ ડોલર સામે તેના જીવનકાળની નીચી સપાટી ૮૫.૧૬૨૫ પર આવી ગયો હતો, જે આયાતકારોની સતત ડોલરની માંગ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી નુકસાન થયું હતું જેણે ડોલરને વેગ આપ્યો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી એન્ટર., સન ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક, ઓબેરોઈ રિયલ્ટી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ ઇન્ડિયા,મહાનગર ગેસ,ઓરબિંદો ફાર્મા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,વોલ્ટાસ,અદાણી પોર્ટસ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૩ અને વધનારની સંખ્યા ૧૯૭૨ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,આગામી દિવસોમાં યુએસમાં મજબૂત ડોલર અને ઉચ્ચ બોન્ડ યીલ્ડ એફઆઈઆઈ ને રેલીમાં વેચવા માટે પ્રોત્સાહિત કરશે. આંતરિક રીતે, વૃદ્ધિ અને કમાણીની મંદી નજીકના ગાળાના નકારાત્મક હશે જે બુલ્સને રોકશે એવી શક્યતા છે. લાર્જકેપ ફાઇનાન્શિયલ, ફાર્મા અને આઇટી જેવા ક્ષેત્રો કે જેની સ્થિર માંગ હશે અને ડિજિટલ સ્ટોક્સ જેવા ઝડપથી વિકસતા સેગમેન્ટ્સ જેવા વાજબી મૂલ્યવાન સેગમેન્ટ્સ પડકારજનક વાતાવરણમાં પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહેવાની શક્યતા છે.વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૂઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટીએ દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા.
વર્ષ ૨૦૨૪નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૂ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનતું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે. રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી.આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
તા.૨૬.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ,૨૩૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૪.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૨૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૧૩૦ પોઈન્ટ થી ૫૧૦૦૮ પોઈન્ટ,૫૦૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એચડીએફસી બેન્ક ( ૧૮૦૨ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૨૩ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૦૧ ):- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૨૫ ) :- રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૮૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૫૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૧૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૪૪ થી રૂ.૨૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૮૧૬ ):- રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૭૪ ) :- હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- બાટા ઇન્ડિયા ( ૧૩૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ ( ૧૦૬૯ ) :- રૂ.૧૧૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.