Rajkot,તા.27
શહેરની ભાગોળે આવેલ નુરાનીપરા વિસ્તારમાં ફોર વ્હીલ કાર શેરીમાં પાર્ક કરવા મામલે પાડોશીઓ બાખડતા કારમાં પથ્થર મારી કાચ તોડી નાખવા મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદમાં નોંધાઈ છે.
નુરાનીપરામાં રહેતા રેહાનાબેન ઉર્ફે સલમાંબેન અકબરભાઈ પલેજા(ઉ.વ.૩૮)એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુમતાઝબેન અને તેના પુત્ર નાસિરનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને મારે સંતાનમા બે દીકરી અને એક દીકરો છે. એક દીકરી ના લગ્ન થઇ ગયેલ છે અને નાની દીકરી સાનીયા ઉ વ ૧૪ ની છે. ગઈકાલે સવારના આશરે સાડા અગીયારેક વાગ્યે હું મારા ઘરે હતી અને અમારી વેગેનર ગાડી નં. જીજે-11-એસ-2254 શેરીમાં પાર્ક કરેલ હતી. ત્યારે અમારી બાજુમાં રહેતા મુમતાઝબહેન મારા ઘરે આવેલ અને કહેવા લાગેલ કે તમારી ગાડી શેરીમાથી લઈ લો, અહીં શેરીમા ગાડી પાર્ક નહીં કરવાની. ત્યારે મેં કહેલ કે, મારા ઘર સામે ગાડી પાર્ક કરેલ છે. જેથી મુમતાઝબેને ઉશ્કેરાઈ જઈ મને ગાળો આપવા લાગેલ હતા.
બાદમાં મુમતાઝબેનનો દીકરો નાશીર પણ ત્યા આવી ગયેલ હરો અને મને ગાળો આપવા લાગેલ હતો. તેણે કહ્યું હતું કે, તમારી ગાડી અહીંથી લઈ લેજો નહીતર તમને જાનથી મારી નાખીશ. દરમિયાન નાસિરે બાજુમાંથી પથ્થર લઈ અમારી વેગેનર ગાડીમા મારી દીધેલ અને અમારી ગાડીનો ડ્રાઇવર સાઇડના પાછળના દરવાજાનો કાચ તોડી નાખી રૂ. ૨૨૦૦ ની નુક્શાન પહોચાડેલ હતી.