અટલ સરોવર નજીકનો વિડીયો વાયરલ થતાં યુનિવર્સીટી પોલીસે ફોટોગ્રાફર જીત રાઠોડની ધરપકડ કરી રીલ નો નસો ઉતાર્યો
Rajkot,તા.27
રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. જીત રાઠોડ નામના 21 વર્ષીય યુવાને પોતાના 21માં જન્મદિવસે રસ્તા પર જ્વલંતશીલ પદાર્થના ઉપયોગથી 21 નંબર બનાવી તેના ઉપર આગ ચાંપી હતી. જે વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસે જીતની ધરપકડ કરી રિલ્સનું ભૂત ઉતાર્યું છે.
જેમાં શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે 24/12/2024ના રોજ રાત્રિના સમયે એક યુવાન બુલેટ લઈને આવે છે પછી પોતે બુલેટને પાર્ક કરી તેના પર બેસી જાય છે. જેની આગળ નીચે કોઈ જ્વલંત પદાર્થ રસ્તા પર છાંટી 21 નંબર લખવામાં આવ્યો હતો. જેના પર દીવાસળી મુકતા રસ્તા પર આગ લાગી હતી અને 21 નંબર ભૂંસાય ગયો હતો. ગઈકાલે આ યુવાન પોતાના જન્મ દિવસના 21 વર્ષ પૂર્ણ કરત પોતે આ મુજબ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
વીડિયોમાં દેખાતો યુવાન જીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. જેનું લોકેશન મેળવી તેની અટકાયત કરી પોલીસે જરૂરી કયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે જ આ રીલ બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ હવે ફરી આવી કોઈ હરકતો નહીં કરે તેવી બાંયધરી આપી માફી માંગતો વીડિયો પણ બનાવ્યો હતો.