Rajkot,તા.28
રાજકોટ બાર એસો.ના ઈન્ચાર્જ પ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, જો.સેક્રેટરી જીતુભાઈ પારેખ, ટ્રેઝ૨૨ પંકજ દોગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ દ્વારા ગઈ કાલે સકર્યુલર ઠરાવ કરીને સોમવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કાર્યક્રમ અન્વયે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરાયો હતો, વડાપ્રધાન મનમોહન સિંહના અવસાનને પગલે પાછો ખેંચાયો છે. જેમાં બા૨ના એસો.ના સભ્યોએ પૂર્ણ વિચારણા કરી કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા જોતા કાર્યવાહીથી અલિપ્ત રહેવું યોગ્ય જણાયેલ ન હોય તેમજ અમદાવાદ કાર્યક્રમમાં ચોકકસ સંખ્યામાં જ વકીલ ભાઈ બહેનો જવાના હોય ત્યારે કોર્ટનું કામકાજ ચાલુ રાખવું વધુ હિતાવહ હોવાનું સર્ક્યુલર ઠરાવમાં ઠરાવાયું હતું, તેમ કારોબારી સભ્યો પ્રગતી માંકડીયા, તુષાર દવે, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કિશન રાજાણી, નિકુંજ શુકલ, પરેશ પાદરીયા, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા, રક્ષાબેન ઉપાઘ્યાય સહિતનાએ જાહેર કરેલ છે.