Rajkot,તા.28
શહેરના કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સરદાર ગૌશાળા પાસે રઘુવીર પ્રાઇવેટ લિમિટેડના કારખાનેદાર પાસેથી ખરીદ કરેલા માલની રકમ ચૂકવવા આપેલો ₹9.69 લાખનો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના કેસમાં ઢેબર રોડ વિરાણીયા ઘાટ ધારેશ્વર સ્ટેટ માં ક્રિષ્ના પ્લાસ્ટિક નામથી પેઢીના સંચાલક ને અદાલતે સમન્સ ઇસ્યું કરી આગામી મુદતે હાજર રહેવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સરદાર ગૌશાળા પાસે રઘુવીર પ્રાઇવેટ લિમિટેડ નામે કારખાને દાર પાસેથી ઢેબર રોડ વિરાણીયા ઘાટ માં આવેલ ક્રિષ્ના પ્લાસ્ટિક ના પ્રોપરાઇટર અશોકભાઈ દુધાત્રાએ માલની ખરીદી કરી હતી. તે પેટે રકમ ચૂકવવા રૂપિયા 9.69 લાખનો ચેક આપ્યો હતો. બંન્ને ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના આરોપીને બંન્ને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદી કંપનીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટે ‘ક્રિષ્ના પ્લાસ્ટીક’ ના નામે ધંધો કરતા અશોકભાઈ દુધાત્રા ને સમન્સ ઈસ્યુ કરી કોર્ટ માં હાજર થવા હુકમ કરેલો છે. આ કેસમાં ફરીયાદી પેઢી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મીકે. પંડયા રોકાયેલ છે.