Rajkot, તા. 30
રાજકોટ સહિત રાજયમાં ગઇકાલ સુધી કડકડતી ઠંડી બાદ 24 કલાકમાં અનેક સ્થળોએ તાપમાન 2 થી 5 ડિગ્રી ઉપર ચડી જતા આજરોજ ઠંડીમાં આંશિક રાહત રહેવા પામી હતી. જોકે નલિયા, રાજકોટ, ભુજ, ગાંધીનગર અને ડિસામાં તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
આજરોજ સવારે નલિયામાં 6.5, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8 અને ડિસામાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 13.7, અમરેલીમાં 14.2, વડોદરામાં 16.2, ભાવનગરમાં 15.5, દિવમાં 15.8, દ્વારકામાં 16.3, કંડલામાં 13, ઓખામાં 17.6 અને પોરબંદરમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
ઉપરાંત જામનગરમાં કોલ્ડવે જેવી સ્થિતિ આજે રહી હતી રવિવારે લઘુતમ તાપમાન નો પારો 13 ડિગ્રી પહોંચ્યા બાદ આજે સવારે તેમાં એક ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 14. 20 ડિગ્રીએ પહોંચ્યું હતું જો કે ઠડીનું જોર યથાવત રહ્યું હતું. સાથે સાથે મહત્તમ તાપમાન નો પારો 24.5 નોંધાયો હતો ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા અને પવનની પ્રતિકલાક 6.4 કિમી નોંધાય હતી.
છેલ્લા 24 કલાકમાં જ પવનની ગતિમાં ત્રણ કિલોમીટરનો ઘટાડો થયો હતો તો કે ઠંડીનું પ્રમાણ સતત વધતું હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા. ઠંડીને કારણે રસ્તાઓ ઉપર કુદરતી કર્ફ્યુ જેવું વાતાવરણ સર્જાયું હતું ઠડીની અસર જનજીવન ઉપર પડી હતી અને લોકોએ આ કળ કકળતી ઠંડી માંથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો અને બજારો સુમસામ જોવા મળી હતી. સવારે નવ વાગ્યે પણ લોકો ગરમ તાપણા તાપતા નજરે પડતા હતા.