Mumbai તા.30
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. ઈન્ફ્રા-ડે ઉંચાઈએથી સેન્સેકસ 1000 કરતાં વધુ પોઈન્ટનો ઘટાડો સુચવતો હતો. હેવીવેઈટ શેરોમાં ગાબડા પડયા હતા.
શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. કેલેન્ડર વર્ષના બે જ દિવસ બાકી છે. નવુ વર્ષ તેજીમય, રહેવાના આશાવાદથી રીટેઈલ ઈન્વેસ્ટરોની પસંદગીના શેરોમાં લેવાલી હતી.
પરંતુ બપોરથી એકાએક વેચવાલીનો મારો શરૂ થતા માર્કેટ પછડાવા લાગ્યુ હતું. વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક વેચવાલીની અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા વર્ષમાં વિદેશી સંસ્થાઓના અભિગમ પર નજર રહેશે.
શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઈટન, અદાણી પોર્ટમાં ઘટાડો હતો.