Rajkot, તા. 3
રાજકોટ શહેર પૂર્વ મામલતદારે નવા વર્ષમાં પણ સરકારી જમીનમાંથી દબાણ હટાવ ઝુંબેશ યથાવત રાખી છે અને આજરોજ કોઠારીયા રોડ નજીક રૂા. ર.પ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ રાજકોટના કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અઘિકારી ચાંદની 5રમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ) એસ.જે.ચાવડા દ્વારા 400 વારના સરકારી પ્લોટમાંથી દબાણ દૂર કરી ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
આજે કોઠારીયા રોડ પાસે આવેલ ગોવિંદનગર મેઇન રોડ ઉ5ર આવેલ સરકારી યુએલસી પ્લોટમાં શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ સોજીત્રા દ્વારા 400 વારના પ્લોટમાં છેલ્લા છ માસથી ચામુંડા મોટર ગેરેજ નામે કોમર્શિયલ દબાણ કરેલ. આ પ્લોટની બજારકિંમત 2.5 કરોડ જેટલી થાય છે.
આ દબાણ ઘ્યાને આવતા મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ) દ્વારા નોટીસ આપવામાં આવેલ. દબાણદારો દ્વારા આજરોજ સ્વૈચ્છાએ આ પ્લોટમાંથી કરવામાં આવેલ દબાણ દૂર કરી આપેલ છે. મામલતદાર એસ.જે.ચાવડા દ્વારા રૂબરૂ જઇ સરકારી ખુલ્લા પ્લોટનો કબજો મેળવી લીઘેલ હતો.