Rajkot, તા. 4
ધોરાજીના અપહરણ – પોકસોના ગુનાના આરોપી વસીમ ઉર્ફે જાવિદ ફિરોઝ કુરેશી (રહે.ધોરાજી જુના ઉપલેટા રોડ નળીયા કોલોની)ને ધોરાજી સિટી પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ભોગ બનનાર સગીરાને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવી હતી.
પોલીસે જણાવ્યું કે, ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી વસીમ ઉર્ફે જાવિદ લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ધોરાજીથી રાજકોટ બોલાવેલ તેમજ આજથી ચારેક મહિના પહેલા ભોગબનનારના ઘરે તેની સાથે શરીર સંબંધ બાંધેલ. અગાઉ અવાર-નવાર શરીર સંબંધ બાંધેલ હોય જે અંગેની ફરીયાદ ભોગબનનારના વાલીએ જાહેર કરતા ગુનો ગઈ તા.31/12/2024 ના રોજ નોંધાયો હતો.
ગુનાની ગંભીરતા જાણી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંહએ આરોપીની ઓળખ કરી ભોગબનનારને શોધી કાઢવા સુચન કરેલ હતું. જેથી મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પીઆઇ આર.જે.ગોધમ, પીએસઆઇ પી.કે.ગોહિલએ અલગ ટીમો બનાવી પોકેટકોપ તેમજ ટેકનિકલસોર્સ તથા હ્યુમન સોર્સના માધ્યમથી ભોગબનનારને શોધી કાઢી હતી.
આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં ધોરાજી સિટી પીઆઇ આર.જે.ગોધમ, પીએસઆઈ પી.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મિલનભાઈ કાનગડ, ભાવેશભાઈ મકવાણા, મીરાબેન ડાંગર, કોન્સ્ટેબલ પંકજભાઈ તલસાણીયા, શક્તિસિંહ જાડેજા, યોગેશભાઈ બાલાસરા ફરજ પર રહ્યા હતા.