Rajkot તા07
હ્યુમન મેટા ન્યુમો વાઈરસ (HMPV) અંગે ભારત સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ હ્યુમન મેટા ન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં જોવા મળે છે. અને આ વાઇરસમાં સામાન્ય શરદી અને ફલુના લક્ષણો જોવા મળે છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું ક૨વું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
૧- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
૨- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
૩-ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
૪-તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
૫-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
૬-પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
૭-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
૮-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું (Don’ts):
૧-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
૨-ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
૩-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો.
ઉપરાંત, વાઈરસથી ગભરાવું નહિ, સાવચેતી એ જ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.