Rajkot,તા.07
ગેરકાયદે નાણા કઢાવવાની કોશિશમાં છરી, પાઇપ અને ધોકા વડે બે શખ્સે માર માર્યો ‘તો
રાજકોટશહેરના રજપૂતપરા વિસ્તારમાં આવેલી પાર્ક વ્યુ હોટલના સંચાલક પાસેથી રકમ વસૂલવા ઘાતક હથિયારો સાથે હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા અને હવાલો લેનાર રમેશ બોરીચાની ચાર્જસીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરમા રહેતા અને રજપુત પરામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયા હોટલેથી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે જવા કારમાં જઈ રહ્યા હતા ત્યારે દિનેશ મુછડી અને રમેશ બોરીચાએ ધો, પાઇપ અને છરી વડે હુમલો કરિયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ સબાળની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં ફરિયાદી કાળુભાઈ પાનસેરીયા પાસે પ્રફુલગિરી ગોસ્વામી ૭૧ લાખ કઢાવવા માટે હવાલો આપ્યાનું તપાસમાં ખુલ્યું હતુ. તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.જેલ હવાલે રહેલા રમેશ જીવાભાઈ સબાળ નાઓએ જામીન પર મુક્ત થવા ચાર્જશીટ બાદ સેશન્સ અદાલતમાં કરેલો જામીન અરજી અન્વયે મુળ ફરીયાદપક્ષે અને સરકારપક્ષે એવી રજુઆત કરવામા આવેલ કે પ્રફુલ ગોસ્વામી પાસે રૂા. ૩૫ લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પ્રફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂા.૭૧ લાખ બળજબરી કઢાવવા ખુનની કોશીષ કરેલ હોવાનુ સી.સી.ટી.વી. ફુટેજ પરથી સ્પષ્ટ થતુ હોય તેમ છતા ઈ.પી.કો. કલમ – ૩૮૯, ૩૦૭, ૧૨૦(બી) ) હેઠળ ગુનો દાખલ કરવામા આવેલ નથીઅગાઉ આ જ આરોપીઓએ આ જ પ્રકારે આપેલ ધમકી અન્વયે તા.૧૦/૦૯/૨૦૨૪ ના પોલીસ કમીશ્નરને ફરીયાદ આપવા છતા આરોપીઓને ફીલ્મી સ્ટાઈલે જીવલેણ હુમલો કરેલનુ હાઈકોર્ટમાં ફરીયાદીએ પોલીસ વીરૂધ્ધ કરેલ કાર્યવાહીમાં પોલીસને ડાયરેકશન આપવા છતા તે મુજબ કાર્યવાહી કરવાની જગ્યાએ આરોપીઓને છાવરી રહેલ હોવાનું રકેર્ડ પરના દસ્તાવેજી પુરાવા પરથી સ્પષ્ટ ફલીત થતુ હોય ત્યારે આરોપીના જામીન મંજુર કરી શકાય નહીં તેવી લંબાણ પુર્વકની રજુઆતો કરવામાં આવી હતી.તમામ પક્ષેની રજુઆતો બાદ અદાલતે રમેશ જીવા સબાળની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે મુકેશ પીપળીયા રોકાયેલ હતા.