આફ્રિકન કંપની ના એજન્ટ અને ડાયરેક્ટર તરીકે ઓળખ આપી સાયબર ફ્રોડ આચર્યું
Rajkot,તા.07
ધાના દેશની કંપનીને બ્રાસ પાર્ટ હાર્ડવેરની આઈટમો જોઈએ છે તેમ કહી ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના કારખાનેદારને 15 લાખ યુએસ ડોલરના માલનો ઓર્ડર આપી મોટી છેતરપીંડી કરાઈ છે. રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
ફરિયાદી નિલેષભાઈ ગાંડુભાઈ ગઢીયા એ જણાવ્યું કે, હું મારી પત્ની અને પુત્ર સાથે રહું છું. મારી દિકરી બરોડા મુકામે રહી ફાર્મસીનો અભ્યાસ કરે છે. મે ઇલેકટ્રીકલ આઈ.ટી.આઈ.નો અભ્યાસ કરેલ છે. મારા નામે જામનગર મુકામે સન 2006થી જે.પી. બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામે વેપારી પેઢી નોંધાવેલ છે. તા.3/4/2024 ના રોજ મારા કારખાનાના રજીસ્ટર્ડ ઇમેઇલ આઇડી ઉપર mushritony10gmail.com ઉપરથી મેઈલ આવ્યો હતો સામેવાળાએ પોતાનું નામ ટોની મુશરી હોવાનુ અને પોતે આફ્રીકન દેશ ધાનાની યુએનજીપી (યુનાઇટેડ નેશન્સ ગ્લોબ લ પ્રોજેક્ટ) કંપનીના એજન્ટ હોવાની ઓળખ આપી કંપનીના ડાયરેક્ટર, વેબસાઇટ અને કાર્ય અંગેની માહિતી શેર કરી હાર્ડવેર પાર્ટસના ફોટા સાથે તેઓને જણાવેલ પાર્ટસની જરૂરીયાત હોવાની ઇન્કવાયરી કરેલ હતી.જેથી આ મેં તા. 26/04/2024 ના આ કંપનીના આઈડી પર જણાવેલ પાર્ટસનુ ક્વોટેશન મોકલાવેલ હતું. આમ આ વ્યક્તિ સાથે વેપાર સબંધીત વાતચત શરૂ થયેલ. જેમા સામેવાળાએ ક્વોટેશન મુજબના ભાવ મંજુર રાખી વર્ષમાં ત્રણ તબક્કામાં કુલ 15,91,000 યુ.એસ. ડોલરનો માલ મોકલવા માટે ડીલ કરેલ.
જેથી હાર્ડવેર પાર્ટસ એક્સપોર્ટ કરી સારો વેપાર મળશે તેવી આશા રાખી મેં તેના કહ્યા મુજબ આગળની કાર્યવાહી કરેલી. તા.30/04/2024 થી તા.03/05/2024 સુધીમાં કુલ 15.91 લાખ યુએસ ડોલરનો માલ ખરીદશે તેવી લાલચ આપી રૂ.13,39,298 જુદા જુદા બહાને ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી હતી.
જેથી કુલ પેમેન્ટનો 2.7 ટકા એડવાન્સ ટેક્સ ભરવો પડશે. જેના કારણે હાલનું પેમન્ટ બેન્ક દ્વારા અટકાવેલ છે તેમ જણાવી ચાર જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.6, 79,900 ની રકમ જમા કરાવડાવેલ, બેન્કમાં રૂ.4,95, 798 નો ટેક્સ ઓછો ભરાયેલ છે. જેથી અમે તેમના જણાવ્યા પ્રમાણેના કુલ ત્રણ બેન્ક એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર કરેલ. હતી.
ત્યારબાદ આફ્રીકન ડેવલોપમેન્ટ બેન્કમાંથી ઇમેઇલ આવેલ જેમા તમે ફોરેઇન રેમનીટન્સ ટેક્સ પેટેના 20,602 યુ.એસ. ડોલર (રૂ.17,51,000) ભરવાના બાકી રહેલ છે. જે ભરી આપો તેમ જણાવતા અમને સાઈબર ફોડ હોવાનો ખ્યાલ આવેલ હતો.