Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 13 જુલાઈનું પંચાંગ
    • 13 જુલાઈનું રાશિફળ
    • World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research
    • આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ
    • Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો
    • ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu
    • ત્રિરંગાના રાજકીય-ધાર્મિક ઉપયોગ પર રોક માટે Supreme Court માં અરજી
    • Russian સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJanuary 8, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૯૯ સામે ૭૮૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૪૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૯૫ સામે ૨૩૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૯૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી હતી. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે ઘટાડો સીમિત બન્યો હતો.

    ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં વિદેશી ફંડો, રોકાણકારોની વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં સતત તેજી સાથે કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર ઘટાડા સાથે કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફોકસ્ડ આઇટી, રિયલ્ટી, ટેક, એફએમસીજી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૮૬ અને વધનારની સંખ્યા ૧૩૮૬ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લી. ૧.૯૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૨%, આઈટીસી લી. ૧.૯૦%, એશિયન પેઈન્ટ ૧.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૩%, મારુતિ સુઝુકી ૦.૭૭%, ભારતી એરટેલ ૦.૭૨%, એકસિસ બેન્ક ૦.૬૯% અને બજાજ ફિનસર્વ ૦.૫૭ વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૧.૮૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૫%, લાર્સન લી. ૧.૨૬%, સન ફાર્મા ૧.૧૯%, એચડીએફસી બેન્ક ૧.૧૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૧%, એનટીપીસી લી. ૧.૦૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૦%, ઝોમેટો લિ. ૦.૯૯% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના એક અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર એટલે કે ૬.૪%એ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮% રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭%, ૨૦૨૨-૨૩માં ૭% અને ૨૦૨૩-૨૪માં ૮.૨% રહ્યો હતો. આરબીઆઈએ ડિસેમ્બર ૨૦૨૪માં જારી કરેલા પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૬% રહેશે. આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૫% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

    એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૫.૩% રહેશે જે ગત નાણાકીય વર્ષમાં ૯.૯% હતો તેમજ સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૮% રહેવાનો અંદાજ છે જે ગત નાણાકીય વર્ષમાં ૬.૪% હતો. ઉલ્લેખનીય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. નાણાકીય ૨૦૨૪-૨૫માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર ૩.૮% રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૧.૪% હતો. એનએસઓના અંદાજ મુજબ ૨૦૨૪૨-૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૮ ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. 

    તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૭૬ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ,૨૩૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૮.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૦૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૪૦૪ પોઈન્ટ પ્રથમ અને ૫૦૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૯૩૯ પોઈન્ટ થી ૪૯૮૦૮ પોઈન્ટ,૪૯૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૪૯ ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૭૪ થી રૂ.૨૪૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૦૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૪૧ ):- રૂ.૧૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૧૮૯૦ બીજા સપોર્ટથી કોમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૬૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • સન ફાર્મા ( ૧૮૪૨ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૮ થી રૂ.૧૮૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા ( ૧૪૯૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્માસ્યુટિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૫૧૩ થી રૂ.૧૫૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઓબેરોઈ રિયલ્ટી ( ૨૨૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૪૭ થી રૂ.૨૨૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૨૧૮૭ ):- રૂ.૨૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૬૪ થી રૂ.૨૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૫૦ ) :- હોઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૪ થી રૂ.૧૬૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૦૨ ) :- રૂ.૧૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 12, 2025
    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025

    આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ

    July 12, 2025

    Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો

    July 12, 2025

    ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.