હડાળા ના પાટીયા પાસે વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત
Rajkot,તા.08
શહેરમાં અપ મૃત્યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા પાટીયા પાસે અજાણ્યા વાહને બાઈકને લેતા ચાલકનું મોતની ભજીયું જ્યારે સેટેલાઈટ ચોકમાં બીમારીથી કંટાળી રુધે આપઘાત કરી લીધો છે.શહેરના મોરબી રોડ નજીક આવેલા સેટેલાઈટ ચોક નજીક રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વધુ વિગત મુજબ શહેરના મોરબી રોડ નજીક સેટેલાઈટ ચોકમાં પાસે રહેતા ધીરજભાઈ નાગજીભાઈ પટેલ નામના 68 વર્ષે વુધ્ધએ આજે પોતાના ઘરે ગળાફાસો ખાઈ લેતા બે પાંચ ભારતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધીરજભાઈ પટેલને અલ્સર ની બીમારી હોવાથી કંટાળીને પગલો ભરી લીધાનું પરિવારજનો એ જણાવ્યું છે પોલીસે કાગળો કરી વિશેષ તપાસ હાથ ધરી છે. જ્યારે શહેરમાં રહેતા જીતેન્દ્ર બાબુલાલ ઘેટીયા નામનો યુવાન મોટરસાયકલ લઈ મોરબી રોડ હડાળા ના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા ગંભીર રીતે ખવાયેલા જીતેન્દ્ર ઘેટીયા ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું હતું આ બનાવ જાણ કુવાડવા રોડ પોલીસ મથકને થતા હેડ કોન્સ્ટેબલ ધમભા પરમાર સહિતનો સ્ટાફ દોડી જય જીતેન્દ્ર ખેતિયાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે