Rajkot, તા.10
અક્સ્માતમાં ઘવાયેલ વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મૃતક માળીયા હાટીનાના વિસણવેલ ગામમાં રહેતા હતા. ચોરવાડથી ઘરે પરત આવતા હોય ત્યારે ચોરવાડ બ્રિજ પાસે બાઈક સ્લીપ થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીનાના વિસણવેલ ગામમાં રહેતાં દેવસીભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ.70) નામનાં વૃદ્ધ ગત તા- 26/12/24 ના રોજ ચોરવાડથી ઘરે પરત આવતાં હોય ત્યારે ચોરવાડ ઓવરબ્રિજ પાસે બાઈક સ્લીપ થતાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તાકિદે તેઓને ચોરવાડ બાદ વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતા. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.