Rajkot, તા. 10
મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલા સીતારામ ડેરીમાંથી લેવાયેલ ગાયના ઘીમાં ફોરેન ફેટ અને તીલ તથા કલર ડાઇની ભેળસેળ ખુલી છે. તો વોલ્ગા ઘી ડેપોના ભેંસના ઘીમાં પણ તેલની મિલાવટ ખુલતા બંને આસામી સામે કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.
ફૂડ વિભાગ દ્વારા ‘સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ ડેરી ફાર્મ’, બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-4/10, વાણિયાવાડી ખાતેથી ગાયનું શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો લેવાતા તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નોન પરમીટેડ ઓઇલ સોલ્યુબલ કલર્ડ ડાય, ફોરેન વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની મિલાવટ મળતા આ નમુનો અનસેફ ફૂડ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
ઉપરાંત વોલ્ગા ઘી ડિપો, પરિશ્રમ કોમ્પ્લેક્ષ, કૃષ્ણનગર મેઇન રોડ પરથી લેવામાં આવેલ ખાદ્યચીજ ભેંસનું શુદ્ધ ધી (લુઝ)ના પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રધ્ધા પાર્ક ડી-માર્ટ થી આહીર ચોક તથા નંદનવન રોડ થી પુનિત મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓને ત્યાં 38 નમુનાનું પરીક્ષણ કરાયું હતું જેમાં 18 ધંધાર્થીને લાયસન્સ માટે સૂચના આપવામાં આવી છે.
જેમને નોટીસ અપાઇ છે તેમાં (1)પિન્ટુ કેળા વેફર્સ (2)જય બજરંગ કોલ્ડ પાણીપુરી (3)નેચરલ પાણીપૂરી (4)શ્રધ્ધા મેડિકલ (5)હરભોલે કોલ્ડ્રિંક્સ (6)શ્યામ ખીરું (7)કૈલાશ સોડા શોપ (8)હિરલ સેલ્સ એજન્સી (9)શ્યામ ડેરી ફાર્મ (10)જલિયાણ ટેડર્સ (11)પાબૂરાજ સ્ટોર્સ (12)ખોડલ ડેરી (13)શ્રીકૃષ્ણ નમકીન (14)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (15)જય ઘૂઘરા (16)ક્રિષ્ના કેન્ડી (17)લાલાની કચ્છી દાબેલી (18)દેવનારાયણ ફરાળી સેન્ટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (19)નીધિ એજન્સી (20)ખોડિયાર સોડા શોપ (21)રિયલ સેન્ડવીચ (22)ન્યુ એસ.આર. લાઈવ પફ ઝોન (23)શ્રીમદ ફાર્મસી (24)દ્વારકાધીશ કોલ્ડ્રિંક્સ (25)કેક એન જોય (26)મિલન ખમણ (27)શ્રીજી કેક શોપ (28)ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ (29)ખોડલ ફેન્સી ઢોસા (30)શ્રીનાથજી દાળપકવાન (31)શ્રીનાથજી ભેળ (32)કાફે એન બેકરી (33)કિરણ લાઈવ પફ (34)નીલકંઠ ઢોસા પોઈન્ટ (35)વરુડી ડેરી ફાર્મ (36)પટેલ પાણીપુરી (37)પટેલ ફરસાણ ની ચકાસણી (38)રામદેવ ડેરી ફામમાં તપાસ કરાઇ હતી.
કેટરીંગ સર્વિસ
ઉપરાંત રૂદ્ર કેટરિંગ સર્વિસીસ- ભવાની ઇન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા કકઙ, પી.ટી.સી. ગ્રાઉન્ડ સામે, ગંજીવાડા મેઇન રોડ પર સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રાજેશ સ્વીટ માર્ટમાંથી શાની અને તલના લાડુના નમુનાઓ લેવાયા
સંક્રાંતિ પૂર્વે ચીકીના નમુના લેવા ચાલતી ડ્રાઇવ સાથે વધુ બે સેમ્પલ લેવામાં આવ્યા છે. કિશાનપરામાં શકિત કોલોનીના ખુણે મંગલા કોમ્પ્લેક્ષમાં આવેલ રાજેશ સ્વીટ માર્ટમાંથી શાની (કરચીયું) અને કાળા તલના લાડુના નમુના લઇ લેબોેરટરીમાં મોકલવામાં આવ્યાનું ફૂડ વિભાગે જણાવ્યું છે.